protest at congress office

NSUI workers protest at congress office: કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં થઇ તોડફોડ, અહીં જુઓ વીડિઓ…

NSUI workers protest at congress office: શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં કાર્યકરો ઉગ્ર વિરોધ કરતાં જોવા મળ્યા

અમદાવાદ, 14 નવેમ્બર: NSUI workers protest at congress office: કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે હોબાળો થયો છે. જમાલપુર ખાડિયા બેઠકને લઈને NSUI કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કાર્યાલય બહાર કાળી શાહીથી લખાણ લખીને વિરોધ કરવામાં આવ્યો છે. સાથે કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ પણ કરી છે. ભરતસિંહના નામની પ્લેટ પણ તોડી નાંખવામાં આવી છે. શાહનવાઝ શેખને ટિકિટ ન મળતાં હોબાળો કરવામાં આવ્યો છે.

આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે એનએસયુઆઇના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં કાર્યકરો ઉગ્ર વિરોધ કરતાં જોવા મળ્યા હતા. તેમણે કાર્યાલયની સીડીઓ પર પણ પેન્ટથી ભરતસિંહ વિરુદ્ધ લખાણો લખ્યા હતા.

મળતી માહિતી અનુસાર, જમાલપુર ખાડિયા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા પણ શાહનવાઝ શેખને ટિકિટ આપવા મામલે કાર્યકરોએ માગ કરી હતી. ત્યારે આજે શાહનવાઝ શેખના સમર્થકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Paresh dhanani filed candidature from congress: અમરેલી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી

Gujarati banner 01