Paresh dhanani form summit

Paresh dhanani filed candidature from congress: અમરેલી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી

Paresh dhanani filed candidature from congress: પરેશ ધાનાણી કાર્યકરો અને સમર્થકો સાથે જઈને ઉમેદવારી પત્રક ભર્યું હતુ અને ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

અમદાવાદ, 14 નવેમ્બર: Paresh dhanani filed candidature from congress: અમરેલી વિધાનસભા બેઠકના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી એ આજે વિશાળ સમર્થકો અને કોંગ્રેસ આગેવાનો- કાર્યકરો સાથે અમરેલી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ૯૫- અમરેલી વિધાનસભા બેઠક માટે પૂર્વ વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીની પસંદગી કરતા અમરેલી વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.

તેમજ પરેશ ધાનાણી ના સમર્થકો-શુભેચ્છકોમાં ખુશીની લહેર જોવા મળે છે. આજરોજ ૯૫- અમરેલી વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી એ સવારે દેવોના દેવ મહાદેવજીના દર્શન કરી આશીર્વાદ લઈને પોતાનું નામાંકન પત્ર ભરવા નીકળ્યા હતા. અમરેલી ખાતે આવેલ પટેલ વાડીમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો ઉમટી પડ્યા હતા. ત્યારે ધાનાણીએ વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી.

ત્યારબાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી કાર્યકરો અને સમર્થકો સાથે જઈને ઉમેદવારી પત્રક ભર્યું હતુ અને ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં અમરેલી મત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો-કાયૅકરો, સામાજિક- ધાર્મિક આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Rivaba filed his candidature from BJP: રીવાબાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી, પતિ રવિન્દ્ર જાડેજાએ પત્ની માટે માંગ્યા મત.. જુઓ વિડીયો

Gujarati banner 01