69554a6b 4869 479a af0e 0a8e56ff76cf 1

બ્રેકિંગ ન્યૂઝઃ સમગ્ર ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 શાળાની સાથે ટ્યુશન ક્લાસીસ પણ શરુ થશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

69554a6b 4869 479a af0e 0a8e56ff76cf 1

ગાંધીનગર, 27 જાન્યુઆરીઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, તેવામાં ટ્યુશન ક્લાસીસ ચાલવતા લોકો બેરોજગાર બની ગયા છે. જેને લઇને તેઓએ ફરી ક્લાસીસ શરુ કરવા માટે અરજી મોકલી હતી. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અન્ય ધોરણની શાળા શરૂ કરવા અને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11 નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યુશન ક્લાસીસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરી શકાશે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર 9 થી 12 ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં 10 મહિના બાદ ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થવાના છે. ચાલુ મહિને જ ધોરણ 10 અને 12 નું શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 9 અને 11 તથા ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ વિશે કહ્યું કે, ચાલુ મહિનામાં ધોરણ 10 અને 12 શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતથી જ બાળકોની હાજરી જોવા મળી છે. વાલીઓેએ પણ સંમતિ પત્રક મોટા પ્રમાણમાં આપ્યા છે. દિવસેને દિવસે વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો છે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરશે. જેમાં શાળાઓએ સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉની SOP અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

Whatsapp Join Banner Guj

તો સાથે જ ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા પણ ગુજરાત સરકારે પરવાનગી આપી છે. આ અંગે ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાકાળથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી છે. ક્લાસીસ સંચાલકોની રજૂઆત બાદ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, 1 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 9 થી 12ના ટ્યુશન ક્લાસીસને મંજૂરી આપવામાં આવી છે. જોકે, ટ્યુશન સંચાલકોએ તમામ ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી બની રહેશે.

આ પણ વાંચો…

દીપ સિદ્ધુથી સની દેઓલ કરી લીધો કિનારો, ટ્વિટ કરીને કહી આ મોટી વાત