imf prediction indian economy growth 2020

સારા સમાચાર : IMFએ કહ્યું- મહામારી વચ્ચે મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત જ એકમાત્ર દેશ હશે જે ડબલ ડિજિટનો ગ્રોથ રેટ હાંસેલ કરશે

imf prediction indian economy growth 2020

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કેIMFએ મંગળવારે કહ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા જોરદાર છલાંગ લગાવશે અને રેકોર્ડ 11.5 ટકાની રફતારથી આગળ વધશે. IMFએ કહ્યું કે મહામારી વચ્ચે મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત જ એકમાત્ર દેશ હશે જે ડબલ ડિજિટનો ગ્રોથ રેટ હાંસેલ કરશે. IMF તરફથી જાહેર કરેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીથી સુધારનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જ્યારે 2020માં કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો અને તેમાં 8 ટકા સંકુચનનો અંદાજ છે.

IMF તરફથી કહેવામાં આવ્યું છે કે 2021માં ભારતીય અર્થવ્યવસ્થા 11.5 ટકાની રફતારથી વધશે અને મોટી અર્થવ્યવસ્થાઓમાં તે એકમાત્ર દેશ હશે જેની ગણતરી ડબલ ડિજિટમાં હશે. આગામી નંબર ચીનનો છે જેના માટે 8.1 ટકા રફતારનો અંદાજ છે. તેના બાદ સ્પેન (5.9 ટકા) અને ફ્રાન્સ (5.5 ટકા) છે.

Whatsapp Join Banner Guj

2020 માટે પોતાના અંદાજમાં સંશોધન કરતાં IMFએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં 8 ટકાનું સંકુચન હોઇ શકે છે. મોટા દેશોમાં ફક્ત ચીનનો વિકાસ દર સકારાત્મક (2.3 ટકા) રહી શકે છે. IMFએ તેમ પણ કહ્યું કે 2020માં ભારત 6.8 ટકાની રફતારથી વધી શકે છે. જ્યારે ચીનની રફતાર 5.6 ટકા રહી શકે છે. IMFના અંદાજ અનુસાર ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાનું ટેગ ફરીથી હાંસેલ કરી લેશે.

આ પણ વાંચો…

બ્રેકિંગ ન્યૂઝઃ સમગ્ર ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 શાળાની સાથે ટ્યુશન ક્લાસીસ પણ શરુ થશે, વાંચો સંપૂર્ણ અહેવાલ