sanjeev kumar 201907106168

નિઃશુલ્ક ભોજન સેવાઃ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે જાણીતા શેફ સંજીવ કપૂર(chef sanjeev kapoor ) બન્યા “અન્નપૂર્ણા”

  • ભારતના પ્રતિષ્ઠીત શૅફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ભોજન પુરુ પાડવાનું શરુ કર્યું
  • કોરોના વોરિયર્સ – તબીબો માટે સંજીવ કપુર(chef sanjeev kapoor) કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા

અહેવાલ- અમિત સિંહ ચૌહાણ

અમદાવાદ, 04 મેઃ કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહી છે. નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ,કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વોરીયર્સને યથાશક્તિ પ્રમાણે મદદરૂપ બની રહી છે. દેશના પ્રતિષ્ઠિત સેફ સંજીવ કપૂર(chef sanjeev kapoor) પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે.તેઓ સમગ્ર ગુજરાતમાંથી એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં ભોજન પુરુ પાડવાનો નિર્ણય કર્યો છે.

chef sanjeev kapoor

આમ, સંજીવ કપૂરે(chef sanjeev kapoor) અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત તબીબો માટે અન્નપૂર્ણા બન્યા છે. તેઓએ ગુજરાતના અમદાવાદ શહેરમાં ૧૨ સેફની નિમણૂક કરી સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીડુ ઝડપ્યુ છે.

Whatsapp Join Banner Guj

સંજીવ કપૂર(chef sanjeev kapoor) દ્રઢપણે માને છે કે , કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થય અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી શકશે.

ADVT Dental Titanium


અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે, બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત શૅફ સંજીવ કપૂર(chef sanjeev kapoor) દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રસ્તા મૂકવામાં આવ્યો હતો, જે હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે સંજીવની સેવાભાવનાને બિરદાવીએ છીએ.

આ પણ વાંચો

FactCheck: તમને પણ કોઇએ કહ્યું છે કે- નાકમાં લીંબુનો રસ નાંખવાથી કોરોના ભાગી જાય છે, તો જરુર વાંચો આ હકીકત