કોરોનાના વધતા કેસો વચ્ચે રાહતના સમાચારઃ RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે આટલા હજાર કરોડ આપ્યા

બિઝનેસ ડેસ્ક, 05 મેઃ કોરોનાની બીજી લહેરની વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના  ગવર્ન શક્તિકાંત દાસે  આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર શક્તિકાંત દાસ એ કહ્યું કે કોરોના મહામારીની બીજી લહેરથી ઈકોનોમી પર ભારે અસર પડી છે. આની સાથે જોડાયેલી સ્થિતિઓ પર આરબીઆઈ નજર રાખી રહી છે. તેના નિયંત્રણ હેઠળના તમામ સંસાધનો અને ઉપકરણો તૈનાત કરશે, ખાસ કરીને નાગરિકો, વ્યવસાયિક સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓને.

Whatsapp Join Banner Guj

RBI ગવર્નર વધુમાં કહે છે કે, કોરોનાની પહેલી લહેર બાદ ઈકોનોમીમાં સુધારો જોવા મળી રહ્યો હતો પરંતુ બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે. સરકાર રસીકરણમાં તેજી લાવી રહી છે. તેમણે આગળ કહ્યુ કે ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરીના સંકેત છે. ભારતની વાત કરીએ તો ભારતીય ઈકોનોમી પણ દબાણથી ઉભરતી જોવા મળી રહી છે. સારા ચોમાસાથી ગ્રામીણ માંગમાં તેજીની શક્યતા છે. વ્યવસાયો કોવિડ પ્રતિબંધ હોવા છતાં ટકી રહેવાનું શીખ્યા છે.

ADVT Dental Titanium

આરબીઆઈ(RBI)એ ઈમરજન્સી હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ રુપિયા આપ્યા છે. સાથે જ રસી મેન્યૂફેર્ચર્સ, રસી ટ્રાન્સપોર્ટ્સ, એક્સપોર્ટ્સને સરળ હપ્તે લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલો, હેલ્થ સર્વિસ, પ્રોવાઈડર્સને પણ આનો લાભ મળશે. પ્રાયોરિટી સેક્ટર માટે ટૂંક સમયમાં લોન અને ઇંસેન્ટીવ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન અથવા કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આ પણ વાંચો….

નિઃશુલ્ક ભોજન સેવાઃ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે જાણીતા શેફ સંજીવ કપૂર(chef sanjeev kapoor ) બન્યા “અન્નપૂર્ણા”