CM temple darshan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ ના પ્રથમ દિવસનો પ્રારંભ દર્શન પૂજન થી કર્યો
CM temple darshan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજ ના ત્રિમંદિર માં દર્શન પૂજન કર્યો
અમદાવાદ, ૦૫ નવેમ્બર: CM temple darshan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજ ના ત્રિમંદિર માં દર્શન પૂજન થી કર્યો છે. મુખ્યમંત્રી આજે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા.

CM temple darshan: ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારો ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુ પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી એ સૌ સમાજ વર્ગો ની શકિત ક્ષમતા ઉજાગર કરીને સૌના સહયોગ થી આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી સાથે પંચદેવ મંદિર દર્શનમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગાંધીનગરના મેયર હિતેશ ભાઈ તેમજ મહાનગર ના કોર્પોરેટરઓ, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભાઈ તેમજ અગ્રણીઓ જોડાયા હતા. અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી ને દાદા ભગવાન પરિવારના અગ્રણીઓએ આવકાર્યા હતા. પંચદેવ મંદિર અને ત્રિ મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનો ને પણ મુખ્યમંત્રી એ સાલ મુબારક પાઠવ્યા હતા.
અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર માં પણ દર્શન-પૂજન કર્યા

મુખ્યમંત્રીએ અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર માં પણ દર્શન-પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ સવારે ભદ્રકાળી મંદિર પહોંચીને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે નવું વર્ષ ગુજરાતના સતત અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી સાથે મેયર કિરીટ ભાઈ, અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિતભાઇ શાહ, મંદિરના ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ જોડાયા હતા ભદ્રકાળી મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનો ને પણ મુખ્યમંત્રી એ સાલ મુબારક પાઠવ્યા હતા.