Conjunctivitis Cases in Ahmedabad: આંખના રોગમાં મોટો ઉછાળો, એક જ દિવસમાં આટલા કેસ સામે આવ્યા…
Conjunctivitis Cases in Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કન્ઝેક્ટિવાઇટિસના એક જ દિવસમાં ૨૬૩ કેસ આવ્યા
અમદાવાદ, 26 જુલાઈઃ Conjunctivitis Cases in Ahmedabad: અમદાવાદમાં સતત ભેજયુક્ત અને વાદળછાયા વાતાવરણની વચ્ચે આંખના રોગ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મંગળવારે સિવિલ હોસ્પિટલમાં કન્ઝેક્ટિવાઇટિસના એક જ દિવસમાં ૨૬૩ કેસ આવ્યા હતા.
અગાઉ ચાર દિવસ પહેલા એક દિવસમાં ૧૫૦ કેસ નોંધાયા હતા. પરંતુ હવે એક જ દિવસમાં કેસનો આંકડો ૨૫૦ને પાર થયો છે. માત્ર સરકારી હોસ્પિટલોમાં જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ અખિયા મિલા કેના કેસ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.
એક અંદાજ અનુસાર, ખાનગી આંખની હોસ્પિટલના ઓપીડીમાં દર દસમાં સાતથી આઠ જેટલા કેસ ‘અંખિયા મિલા કે’ના આવી રહ્યા છે, નાના બાળકોમાં પણ આ કેસ વધુ દેખાઈ રહ્યા છે. તબીબોનું કહેવું છે કે, આ સ્થિતિમાં બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળવું જોઈએ.
કન્ઝક્ટિવાઈટિસના કેસમાં વધારો દેખાઈ રહ્યો છે. ભેજવાળા વાતાવરણમાં આ ચેપ ફેલાતો હોય છે, આંખોમાં લાલાશ હોય, દુખાવો થાય, ચીપડા વળે તેવી સ્થિતિમાં તૂર્ત જ તબીબી સારવાર કરાવવી જોઈએ. લગભગ ત્રણથી પાંચ દિવસમાં દર્દી સાજા થતાં હોય છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
