Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: શહાદત અને શૌર્યના 24 વર્ષ, જાણો આજનો ઇતિહાસ…

Kargil Vijay Diwas: કારગિલની જીત અને શહીદોના બલિદાનની યાદમાં દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે

નવી દિલ્હી, 26 જુલાઈઃ Kargil Vijay Diwas: ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન બાદથી સરહદી સંઘર્ષ ચાલી રહ્યો છે. એલઓસી પર દરરોજ ગોળીબાર થાય છે. બંને દેશોની સેના કાશ્મીર માટે લડતી રહે છે. આ સંઘર્ષ આજનો નથી, આ પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ ચૂક્યું છે.

1999ના કારગિલ યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન એકબીજાની સામે હતા અને ભારતીય બહાદુર સૈનિકોએ કારગીલના ઉચ્ચ શિખરોને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા.

આ યુદ્ધમાં ઘણા સૈનિકો શહીદ થયા હતા પરંતુ કારગિલ યુદ્ધમાં ભારતને જીત અપાવી હતી. ભારતની શાનદાર જીત અને ભારતીય સૈનિકોની શહાદત ઈતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ. કારગિલની જીત અને શહીદોના બલિદાનની યાદમાં દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું

ભાગલા પછી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો. પરિણામે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું. જો કે આ પછી પણ બંને દેશો વચ્ચે સશસ્ત્ર યુદ્ધો થયા હતા. ભારત અને પાકિસ્તાને ફેબ્રુઆરી 1999માં કાશ્મીર પર ચાલી રહેલા વિવાદને ઘટાડવા માટે શાંતિપૂર્ણ ઉકેલનું વચન આપતા હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ અંકુશ રેખા પાર ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરી ચાલુ રહી.

કારગિલ યુદ્ધનો ઇતિહાસ

1999માં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ વિવાદને કારણે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં કારગીલના ઊંચા શિખરો કબજે કર્યા, જેના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હાથ ધર્યું.

60 દિવસનું કારગિલ યુદ્ધ

ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોનો પીછો કરીને ટાઈગર હિલ અને અન્ય ચોકીઓ પર કબજો કર્યો. લદ્દાખના કારગીલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ 60 દિવસથી વધુ ચાલ્યું. આ યુદ્ધમાં 2 લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો.

ભારતીય સેનાની કારગીલ બહાદુરી

સેનાના મિશનને સફળ બનાવવા માટે ઘણા બહાદુર પુત્રોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, જેમાંથી એક કેપ્ટન વિક્રમ બત્રા છે. 26 જુલાઇ 1999ના રોજ ભારતીય સેનાએ યુદ્ધમાં વિજય જાહેર કર્યો હતો. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાનોની શહાદતની સાથે પાકિસ્તાનના 357 જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો…. Conjunctivitis Cases in Ahmedabad: આંખના રોગમાં મોટો ઉછાળો, એક જ દિવસમાં આટલા કેસ સામે આવ્યા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો