Crime in surat

Crime in surat: તિક્ષ્ણ હથિયારો સાથે લૂંટારુઓએ સૂતેલા પરિવારને બનાવ્યો બંધક, લૂટ્યા ૧.૫૦ લાખ રૂપિયા…

Crime in surat: સુરતમાં પરિવારને બંધક બનાવી લૂંટારુ ટોળકીએ ૨ કિલો સોનાના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની લૂંટ કરી હતી

સુરત, 12 જાન્યુઆરી: Crime in surat: સુરત જિલ્લામાં તસ્કરોનો આતંક, માંડવીના ઉશ્કેર ગામે લૂંટારૂ ટોળકીએ લૂંટ ચલાવી. પરિવારને બંધક બનાવી લૂંટારુ ટોળકીએ ૨ કિલો સોનાના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની લૂંટ કરી હતી. લૂંટારૂઓના CCTV આ મામલે સામે આવ્યા છે. ગામમાં જ સંતાયેલા ૨ લુટારુઓ ઝડપાયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાની સાથે જ ચોર,લૂંટારૂ ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે અને ચોરી અને લૂંટ જેવી ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે સુરત જિલ્લામાં આવી જ લૂંટારૂ ટોળકીનો આતંક સામે આવ્યો છે. સુરતના માંડવીમાં લૂંટારૂ ટોળકીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. લૂંટારૂ ટોળકીએ ઘટનાને અંજામ આપવા માટે પરિવારને બંધક બનાવ્યો અને ઠંડા કલેજે લૂંટ કરી ફરાર થઈ ગયા, પરંતુ લૂંટારૂ ગેંગના કેટલાક સભ્યો ગણતરીના કલાકોમાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયા.

મોટી લૂંટ ચલાવી 

સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો માંડવી તાલુકાના ઉશ્કેર ગામે ગત રાત્રીના રોજ લૂંટની ઘટના પ્રકાશમાં આવી, ઉશ્કેર ગામે રહેતું સર્મા પરિવાર રાત્રિ સમય દરમિયાન નીંદર માણી રહ્યો હતો એવામાં તિક્ષ્ણ હથિયારધારી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને પરિવારને બંધક બનાવી લૂંટારુઓએ દિલધકડ લૂટ ચલાવી હતી.

લૂંટારુઓએ પરિવારના સભ્યોને બંધક બનાવી ૨ કિલો જેટલા સોના ઘરેણાં તેમજ ૧.૫૦ લાખ રોકડની લૂંટ કરી ફરાર થયાં હતા. લૂંટની ઘટનાને લઈ સુરત ગ્રામ્ય પોલીસ વડા સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારૂઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

લૂંટારૂઓને પોલીસે ગામની સીમમાંથી જ ઝડપી પાડયા

લૂંટની ઘટનાને અંજામ આપનાર ગેંગના કેટલાક સભ્યો ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસ તપાસ દરમિયાન ૨ લૂંટારૂઓને પોલીસે ગામની સીમમાંથી જ ઝડપી પાડયા હતા,લૂંટની સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનો પણ ભારે રોષ હતો.

ત્યારે ઝડપેલા ૨ લૂંટારૂઓને પોલીસે હેમખેમ રીતે ગ્રામજનોના રોષથી બચાવ્યા હતા અને તેમને સુરક્ષિત રીતે પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. લૂંટની ઘટનાના હજી ૩ જેટલા આરોપીઓ ફરાર છે ત્યારે પોલીસે ફરાર આરોપીને પકડવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી છે અને તપાસ તેજ કરી છે.

લૂંટ ચલાવનાર ગેંગ મહારાષ્ટ્રની

માંડવીના ઉશ્કેર ગામે થયેલ લૂંટની ઘટના સુરત જિલ્લા પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ ચલાવનાર લૂંટારૂ ગેંગના ૨ સભ્યોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે સાથે જ પોલીસે લૂંટ થયેલ સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમ રિકવર કરીને એક મોટી સફળતા મેળવી છે. લૂંટ ચલાવનાર ગેંગ મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે મથામણ કરી રહી છે.

આ પણ વાંચો: Unauthorized construction in GIDC: રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: મુખ્યમંત્રી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો