ndrf 1

પાવર બેકઅપની પૂરતી વ્યવસ્થા(cyclone): રાજ્યભરમાં 661 વીજટીમ,આરોગ્યની 744 ટીમ, 160 આઇસીયુ ઓન વ્હીલ્સ તથા 607 જેટલી 108 સ્ટેન્ડ ટુ

  • વવાઝોડા(cyclone)ના કારણે હોસ્પિટલનો વીજ પુરવઠો નહીં ખોરવાય : અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમર
  • તૌકતે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનો આરોગ્ય વિભાગ સજ્જ : આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ
  • વાવાઝોડાના કારણે કોવિડના દર્દીઓને રેમડેસીવીર કે ઓક્સિજનનો પુરવઠો ન ખોરવાય તે માટે આગોતરી વ્યવસ્થા કરાઈ

અહેવાલઃ અમિત રાડિયા

ગાંધીનગર, 17 મેઃ રાજ્યના દરિયાકાંઠે ટકરાનારા તૌકતે વાવાઝોડા(cyclone)ના પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારી અંગે ઊર્જા વિભાગના અધિક સચિવ સુનાયના તોમરે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે વીજ પૂર્વથાને અસર ન થાય એ માટે રાજ્યભરમાં કુલ 661 ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જે પૈકી સોથી વધુ ટીમ દરિયાકાંઠાના છ જિલ્લાઓમાં મોકલી દેવામાં આવી છે. જેથી વાવાઝોડા(cyclone) પછી વીજળીને લગતી મુશ્કેલી તાત્કાલિક નિવારી શકાય. ખાસ કરીને હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલો માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રાથમિકતાના આધારે કોવિડ હોસ્પિટલ, અન્ય હોસ્પિટલ્સ, પાણી તેમજ કાયદો અને વ્યવસ્થા માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

હાલની કોવિડની ગંભીર પરિસ્થિતિમાં તૌકતે વાવાઝોડા(cyclone)ના કારણે કોવિઘ્ન દર્દીઓને કોઈ મુશ્કેલી ન નડે એ માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું. તેમને ઉમેર્યું કે આગામી 48 કલાક માટે તમામ કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો મળી રહે એ માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે.


આરોગ્ય અગ્રસચિવે જણાવ્યું કે આરોગ્યને લાગતી ગંભીર જરૂરિયાતને પહોંચી વળવા રાજ્યમાં આરોગ્યની 744 ટીમ, 160 આઇસીયુ ઓન વ્હીલ્સ તેમજ 607 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જેમાંથી રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ સહિતના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 108 તૈનાત કરવામાં આવી છે. હાલ રસીકરણની કામગીરીના પગલે આરોગ્ય તંત્ર દ્વારા રેમડેસીવીર તથા વેકસીનના પૂરતા ડોઝ અગાઉથી જ સ્ટોક કરીને જે-તે જિલ્લાને મોકલી આપવામાં આવ્યા છે તેમજ તેના માટે પણ પાવર બેકઅપની જોગવાઈ કરવામાં આવી હોવાનું ડૉ. જયંતી રવિએ ઉમેર્યું હતું.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

વાવાઝોડા પછી રેસ્ક્યુ ઓપરેશન(rescue operation) માટે ફોરેસ્ટ વિભાગની 262 ટીમ તૈનાત, ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર