Dhandhuka murder

Dhandhuka Murder Case Update: ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો ગરમાયો, રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું- ઝડપથી ન્યાય મળશે

Dhandhuka Murder Case Update: હર્ષ સંઘવીએ કહ્યું કે- પીડિત પરિવારને લઇને કહ્યું કે, ‘હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.’

અમદાવાદ, 28 જાન્યુઆરીઃ Dhandhuka Murder Case Update: ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો લોકોના રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ તેના પગલે આજે ધંધુકા,બોટાદ અને સુરેન્દ્રનગરમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. જો કે ઘટનાની ગંભીરતાને લઇને ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)  આજે ધંધુકા જવાના છે. તેમજ આ કેસ અંગે ઝડપથી તપાસ કરવા અને તેમના પરિવારજનોને ન્યાય મળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. તેમજ મૃતકના પરિવારજનો પણ મળશે.

આ ઉપરાંત માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. આ વાતનો ઉલ્લેખ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે ટ્વીટ કર્યુ… તેમણે પીડિત પરિવારને લઇને કહ્યું કે, ‘હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.’

ધંધુકામાં યુવકની હત્યા મુદ્દે સુરેન્દ્રનગરમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો..વઢવાણ શહેરની બજારો ખુલ્લી રહી જયારે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગરની બજારો બંધ હતી. ઇન્ચાર્જ DSP સહિતના સ્ટાફે બજારમાં પેટ્રોલિંગ હાથ ધરી વેપારીઓ અને દુકાનદારોને ધંધો રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી..જયારે .RSS,VHP અને બજરંગ દળે સોશિયલ મીડિયામાં બંધને સમર્થન આપવા માટે અપીલ કરી હતી…

રોષે ભરાયેલા માલધારી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવકો પહોંચ્યા કલેકટર કચેરી પર કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી…હત્યાના આરોપીઓને જાહેરમાં ફાંસીની સજાની માગ કરી.

આ પણ વાંચોઃ Crops from 10 containers at mundra port : મુન્દ્રાપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત 3 દિવસથી તપાસમાં 10 કન્ટેનરમાંથી પાકઆર્મીનો સરંજામ મળ્યો

ઉલ્લેખનીય છે કે, ધંધૂકા  શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક તેના જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગમાં એક મિસ ફાયર થયું હતું જ્યારે બીજી ગોળી યુવકને વાગી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. બીજી તરફ ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો છે..ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આરોપ છે કે, થોડા દિવસ પહેલા મૃતક યુવક કિશને એક ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. આ વાતની અદાવત રાખી કેટલાક શખ્સોએ કિશનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Gujarati banner 01