Drugs- E cigarettes Found From school: અમદાવાદની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધો.11ના સ્ટુડન્ટ પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી
Drugs- E cigarettes Found From school: ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) સ્કૂલમાંથી રૂ. 12 હજાર રોકડા મળ્યાની પુષ્ટિ કરી
અમદાવાદ, 15 ઓક્ટોબરઃ Drugs- E cigarettes Found From school: ગુજરાતમાં યુવા પેઢી કઈ હદે ડ્રગ્સનો શિકાર બની છે એનો ચિંતાજનક કિસ્સો છેવાડાની એક HiFi ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જોવા મળ્યો છે. આ સ્કૂલના મેનેજમેન્ટને ડ્રગ્સના દૂષણની શંકા જતાં અચાનક સ્ટુડન્ટની જડતી લીધી. આ ઓચિંતાની પડેલી રેડમાં ધો. 11ના 16-17 વર્ષના માલેતુજાર સ્ટુડન્ટ પાસેથી ડ્રગ્સ જ નહીં, પરંતુ રૂ. 2 લાખ રોકડા અને ઇ-સિગારેટ મળી છે. અત્યારે તો સ્કૂલે આ મામલો દબાવી દીધો છે, પરંતુ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) સ્કૂલમાંથી રૂ. 12 હજાર રોકડા મળ્યાની પુષ્ટિ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરના છેવાડે આવેલી એક ખ્યાતનામ CBSE સ્કૂલમાં ઘણા સમયથી ડ્રગ્સની ફરિયાદો ઊઠી હતી. સ્કૂલ મેનેજમેન્ટે આ બાબતે ઘણી મસલત બાદ એક દિવસ અચાનક ચેકિંગ કરવાનું નક્કી કર્યું હતું. સ્કૂલના બંધ દરવાજાની અંદર ચાલુ ક્લાસમાં એકેએક વિદ્યાર્થીની જડતી લેવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન ધો. 11ના એક 16-17 વર્ષની વયના છોકરા પાસેથી રૂ. 2 લાખ રોડકા, ડ્રગ્સ તથા ઈ-સિગારેટ મળી હતી. પહેલા તો છોકરાએ આ કશું પોતાનું ન હોવાનું રટણ કર્યું હતું, પરંતુ પછી તેની પાસે કોઈ દલીલ રહી નહોતી.
આ પણ વાંચોઃ Mahesana passenger special canceled: આવતી કાલથી આ તારીખ સુધી મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ રદ રહેશે
ચાલુ ક્લાસે કોઈ સ્ટુડન્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળતાં સ્કૂલ મેનેજમેન્ટ ચોંકી ઊઠ્યું હતું. સૂત્રોએ કહ્યું હતું કે તરત એ છોકરાના પેરેન્ટ્સને સ્કૂલે બોલાવીને મેનેજમેન્ટે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં પેરેન્ટ્સને વહેલી તકે છોકરાને સ્કૂલમાંથી ઉઠાડીને બીજે એડમિશન અપાવવાની વાત કરી હતી. મેનેજમેન્ટે સ્કૂલનું નામ ખરાબ ન થાય એ માટે આ મામલો હાલ દબાવી દઈને માત્ર છોકરા પાસેથી રૂ. 12 હજાર રોકડા મળ્યાની જ વાત કરી હતી.
સ્કૂલમાં ધોરણ 11ના એક સ્ટુડન્ટની બેગમાંથી રૂ. 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઈલેક્ટ્રિક સિગારેટ મળી આવી હતી. આ જોઈને સ્કૂલનું તંત્ર પણ ચોંકી ઊઠ્યું હતું. આ વિદ્યાર્થી પાસેથી મળેલી આટલી મોટી રોકડ રકમ અને ઈ-સિગારેટ વિશે પણ તેના પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ કોઈ ખુલાસો કરી શક્યા નહોતા. આખરે સ્કૂલનું નામ ખરાબ ના થાય અને તેની અસર અન્ય સ્ટુડન્ટ પર ના પડે એ માટે સ્કૂલે સમગ્ર મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચોઃ Train cancel: અમદાવાદ મંડળના સમાખ્યાલી અને પાલનપુર સેક્શન પર ડબલ ટ્રેકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

