Banner Rashmika chaudhari image 600x337 1

Akrosh: આક્રોશ સ્વાસ્થ્ય અને સંબંધ માટે કેટલો યોગ્ય?

Akrosh: આક્રોશ , ક્રોધ , ગુસ્સો આ બધા શબ્દો કેટલાં લોકોના મોઢે આપણે સાંભળયું હશે . આ બધા શબ્દો માણસના સ્વભાવનો એક સ્વરૂપ છે . આક્રોશ હંમેશા નકારાત્મક પરિણામ લાવે છે . માણસ ગુસ્સામાં ક્યારે ક્યારે ન કરવાનું પણ કરી બેસે છે .
       ગુસ્સામાં માણસ શું કરતો હોય છે એનું એને ભાન હોતું નથી . કોઈ વાત કે કોઈ વ્યક્તિ કોઈ ભૂલ થાય તો આપણે સહન નથી કરી શકતા . એ વાત ક્રોધ સ્વરૂપે બહાર આવતી હોય છે . આજે નાના -નાના બાળકને પણ ગુસ્સો આવી જાય છે . એમને મન મરજીનું જો ન થાય તો બાળક ચીડિયાપણું કરે છે . એ પોતાની વાત મનાવવા માટે ગુસ્સો બતાવે છે . ગુસ્સાને લીધે તમારું સ્વાસ્થ્ય પણ બગડે છે . ક્યારે કોઈ વાત તમને આઘાત પહોંચાડી હોય કે મનને ઠેસ લાગી હોય તો એને જાહેર કરી દેવી જોઈએ. કેમ કે જો તમે એને જાહેર નહીં કરો તો એ વાત  મનમાં કયાંક ને કયાંક  છુપાયેલી હશે . જેને ક્યારે પણ ચિનગારી મળતા એ લાવા સ્વરૂપે બહાર આવશે અને એ બધું જ બાળી નાખશે .
       ગુસ્સા કે આક્રોશથી ક્યારે કોઈપણ સમસ્યાનો હલ આવ્યો નથી . કોઈ તમારું માન કરે તો તમારા વ્યક્તિત્વને લીધે કરવું જોઈએ નહિ કે તમારા ડર કે ગુસ્સાને લીધે . જો કોઈ તમારુ માન તમારા ડર કે ગુસ્સાને લીધે કરતું હોય તો શું ખરેખર એ વ્યક્તિને તમારા માટે માન છે ?
      ક્યારેક ક્યારેક ગુસ્સો આવવો તમારા હાથમાં નથી હોતો . જયારે પણ ગુસ્સો આવે ત્યારે મનને શાંત કરવું જોઈએ . મનને ગમે એ કાર્ય કરવા લાગવું જોઈએ જેથી મન એ તરફ વળી જવું જોઈએ . સંગીત સાંભળવું જોઈએ , નાના બાળકોનું હસતો ચહેરો જોવો જોઈએ . જેથી મન શાંત થઈ જાય અને આવનારી કોઈ મોટી આફત ટળી જાય . ગુસ્સાથી હંમેશા સંબંધો બગડે છે .ક્યારે સુધરતાં નથી .

આ પણ વાંચોઃ Drugs- E cigarettes Found From school: અમદાવાદની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધો.11ના સ્ટુડન્ટ પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી

આ પણ વાંચોઃ Mahesana passenger special canceled: આવતી કાલથી આ તારીખ સુધી મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ રદ રહેશે

Gujarati banner 01