IND W Win Asia Cup 2022

IND W Win Asia Cup 2022: વિમેન્સ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા બની 7મી વાર ચેમ્પિયન, વાંચો વિગત

IND W Win Asia Cup 2022: ભારતે 8.3 ઓવરમાં જીતી મેચ શ્રીલંકાએ ફાઈનલ જીતવા આપેલા 66 રનના લક્ષ્યાંકને ભારતે 8.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 એક્ટરઃ IND W Win Asia Cup 2022: મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થયો હતો. ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 65 રન બનાવ્યા હતા.

માત્ર બે મહિલા ક્રિકેટર જ ડબલ આંકડામાં પહોંચી શક્યા હતા. રાણાવીરા 18 રને નોટ આઉટ રહી હતી. રણસિંઘે 13 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહે 3, રાજેશ્વરી ગાયકવાડે 2 અને સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ Students returning from Ukraine will able to complete their studies: યુદ્ધના કારણે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને મોટી રાહત, આ યુનિવર્સિટીમાં થશે ટ્રાંસફર

બે બેટર રન આઉટ થઈ હતી. ભારતે 8.3 ઓવરમાં જીતી મેચ શ્રીલંકાએ ફાઈનલ જીતવા આપેલા 66 રનના લક્ષ્યાંકને ભારતે 8.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 11 રને નોટ આઉટ રહી હતી. ભારતે રચ્ચો ઈતિહાસ ભારતને આજની ફાઈનલ મેચ જીતવાની સાથે ઈતિહાસ રચ્ચો છે. ભારત સાતમી વખત એશિયા કપ વિજેતા બન્યું છે.

આ પણ વાંચોઃ Fire in residential area: વેરાવળના રહેઠાણ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ થઇ

Gujarati banner 01