E Court

E-Traffic Court in Gujarat: રાજ્યમાં નવીન ૨૦ ઇ- ટ્રાફિક કોર્ટ શરૂ થશે, જાણો આનાથી શું લાભ મળશે

E-Traffic Court in Gujarat: ઈ-ટ્રાફિક કોર્ટ શરુ થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જશે

અમદાવાદ, 08 જુલાઈઃ E-Traffic Court in Gujarat: અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કર્યા બાદ હવે રાજ્યમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરુ કરવાનો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરુ થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જશે.

ગુજરાતમાં પોલીસ આરટીઓના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સંકલન થયુ છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર રાજ્યમાં શરુ કરવામાં આવશે.

રાજ્યમાં હવે અમદાવાદ બાદ અન્ય 20 સ્થળોએ ઈ-ટ્રાફિક કોર્ટ શરુ કરવાનો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટને નોટિફાઈ કરાયા છે. રાજ્યમાં હવે નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરુ કરવામાં આવશે.

ચળણનું પેમેન્ટ આ રીતે ભરી શકાશે

અરજદારોએ આ ઈ-કોર્ટમાં ચલણનું પેમેન્ટ ઈ પેમેન્ટ ગેટવેથી ઓનલાઈન ભરી શકાશે. જેમા ક્રેડિટ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ તેમજ નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન સરળતાથી દંડ ભરી શકાશે. આ સુવિધા બાદ અરજદારોને ટ્રાફિકનો દંડ ભરવા માટે હવે કોર્ટની લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં.

વાહનના માલિકને મોબાઈલ પર એસએમએસ આવશે

વાહનચાલકો ઈ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો બાદમાં આપમેળે ઈ-ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવામાં આવે છે અને ટ્રાફિક કેસોમાં વાહનના માલિકને નોટિસ તેમજ મોબાઈલ પર એસએમએસ દ્વારા દંડની જાણ કરવામાં આવે છે. આ સાથે દંડ ભરવાની લિંક પણ હોય છે. જો વાહનચાલકને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે.

આ પણ વાંચો… Three Youths Died Bathing in River: પાણી જોતાની સાથે જ ભૂસકો મારનારા ચેતી જજો! નહીંતર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો