Died Bathing in River

Three Youths Died Bathing in River: પાણી જોતાની સાથે જ ભૂસકો મારનારા ચેતી જજો! નહીંતર…

Three Youths Died Bathing in River: અલગ-અલગ બે ઘટનાઓમાં ગુજરાતના 3 યુવકોના થયા મોત

અમદાવાદ, 08 જુલાઈઃ Three Youths Died Bathing in River: અમદાવાદ સહિત ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં નદીમાં ડૂબી જવાથી ત્રણ યુવકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના પગલે પરિવારમાં ગમગીનનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદના દાણીલીમડાના ત્રણ યુવકો ધંધુકાની કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક જ આ ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા હતા. યુવકો બચાવ બચાવની બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક કેનાલ ખાતે દોડી આવી હતી. જે બાદ યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ત્રણ યુવકોમાંથી બે યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એક યુવકનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

સંતરામપુરની નદીમાં ડૂબી જવાથી 2 યુવકના મોત નીપજ્યાં…

મહીસાગરના પંચમહાલથી માનગઢ હિલ ખાતે ફરવા ગયેલા 10 યુવકોમાંથી 2 યુવકના સંતરામપુરની નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. મળતી માહિતી અનુસાર, પંચમહાલના મોરવાના 10 યુવકો માનગઠ હિલ ખાતે ફરવા ગયા હતા.

આ દરમિયાન સંતરામપુર તાલુકાના મોહણીયા ધરામાં 10 યુવકો ન્હાવા પડ્યા હતા. ન્હાવા પડેલા 10 પૈકી 2 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. ડૂબેલા યુવકોની શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો.. Pushpa 2 Movie: પુષ્પા 2 માં થઇ બોલિવૂડ અભિનેત્રીની એન્ટ્રી! જાણો કોણ છે તે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો