gram panchayat ambaji

Election of Ambaji Gram Panchayat: ગુજરાત માં સૌથી મોટી મનાતી અંબાજી ગ્રામ પંચાયત ની ચૂંટણી ના ભણકારા

Election of Ambaji Gram Panchayat: અંબાજી ગ્રામપંચાયત ના મતદારો ની યાદી ને લઈ અનેક સવાલો લોકો માં ઉઠી રહ્યા છે……..

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 09 માર્ચ
: Election of Ambaji Gram Panchayat: 2017 માં યોજાયેલી અંબાજી ગ્રામપંચાયતની ચૂંટણીની મુદત એપ્રિલ 2022 માં પૂર્ણ થઇ રહી છે અને હવે અંબાજી ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાવામાં થોડો સમય બાકી રહ્યો છે ત્યાં અંબાજીમાં 18 વોર્ડ સહીત સરપંચ ની ચૂંટણી માટે નો થનગનાટ શરુ થઇ ગયો છે ઉમેદવારી ઇચ્છતા લોકો તૈયારીઓ માં લાગી ગયા છે ત્યારે હાલ તબક્કે અંબાજી માં ફરતી મતદાર યાદી ને લઈ અનેક સવાલો પેદા થઇ રહ્યા છે લોકો ના મતે 2017 ની ચૂંટણી વાળી મતદાર યાદી માં જે લોકો મરણ ગયેલ છે તેવા ના પુરા નામો કંમી થયા નથી ,

કેટલાક મતદારો અંબાજી છોડી બહાર સીફ્ટ થઇ ગયા છે, તેમના નામો પણ મતદાર યાદી માં જોવા મળી રહ્યા છે અને કેટલાક લોકો ના નામ ડબલ મતદાર યાદી માં જોવા મળે છે એટલુંજ નહીં મોટા ભાગના નામ ગુજરાત અને રાજસ્થાન બંને ની મતદાર યાદી માં જોવા મળતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે અને આવી ગંભીર બાબતો ને લઈ ઉભા થયેલા સવાલો સાથે અંબાજી ની ચૂંટણી નું મતદાન કેવું હશે….. તેનો અંદાજો લગાવી શકાય છે જયારે અંબાજી પંથક માં સોશ્યિલ મીડિયા માં એવા પણ સમાચારો ફરતા થયા છે કે હાલ માં નવા કેટલાક મતદારો નો ઉમેરો કરાયો છે તેવા નામો સામે પણ ગંભીર સવાલો લોકો માં જોવા મળી રહ્યા છે હાલ તબક્કે નવી યાદી તૈયાર થાય અને ચૂંટણી જાહેર થતા

પહેલા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પ્રજા માં ઉભા થયેલા સવાલો નું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે જે લોકો બહાર સીફ્ટ થઇ ગયેલા હોય કે પછી મરણ ગયેલા હોય તેઓ ના નામે પણ બોગસ વોટિંગ થવાની પુરી શક્યતા જોવા મળી રહી છે આવા માં ઉમેદવારો મહિલાઓ ને ઘૂંઘટ તાણી મતદાન કરાવતા હોવાની બુમ ઉઠે છે જયારે ખરાઈ ની બાબત આવે તો ઘર્ષણ થવાની પણ શક્યતા નકારી સકતી નથી તેને લઈ અંબાજી ગ્રામપંચાયાત ની ચૂંટણી માં સુલેહ શાંતિ ભંગ ન થાય ને સાચું મતદાન થાય તેના માટે આગોતરું આયોજન કરવું અતિ આવશ્કય બન્યું છે

હાલ તબક્કે જે રીતે સરપંચ ના ઉમેદવારો ની સંખ્યા પર નજર કરીયે તો 7 થી 8 ઉમેદવારો પોતાની ઉમેદવારી કરી શકે છે ને 18 વોર્ડ માં પણ વોર્ડ દીઠ 4 થી 5 ઉમેદવારો ઉમેદવારી કરે તેવી શક્યતા જોવા મળી રહી છે જોકે સરકાર જે રીતે સમરસ ગ્રામપંચાયતો ને પ્રોત્સાહિત કરવા વધારા ની ગ્રાન્ટ સહીત એક્સટ્રા સહાય કરી વિકાસ ના માર્ગ મોકળા કરતી હોય છે ત્યારે યાત્રાધામ અંબાજી ની ગ્રામપંચાયત સમરસ માટે એક માત્ર સપનું જ માની શકાય.

આ પણ વાંચોApple iPhone SE 5G launch: Appleએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G iPhone, વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.