petrol pump 600x337 1

Petrol price rise: પુતિનના આ પગલાથી પેટ્રોલના ભાવ 150 રૂપિયા લીટર થશે, ભારતને થશે નુકસાન- વાંચો વિગત

Petrol price rise:રશિયાના આ પગલાથી ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 300$ સુધી પહોંચી જવાની સંભાવના છે

બિઝનેસ ડેસ્ક, 09 માર્ચઃ Petrol price rise: અમેરિકા અને બ્રિટને રશિયન તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધો પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપતા કહ્યું છે કે, જો પ્રતિબંધોનો અમલ થશે તો, રશિયા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો પુરવઠો બંધ કરી દેશે. રશિયાના આ પગલાથી ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 300$ સુધી પહોંચી જવાની સંભાવના છે.

રશિયા અને યુક્રેન વચ્ચે 14 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે અને રશિયન સેના પણ ધીમે ધીમે કિવ તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન, અમેરિકા અને બ્રિટને રશિયન તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે, પ્રતિબંધોની અમલવારી થશે તો રશિયા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો પુરવઠો બંધ કરી દેશે. સાથે જ કહ્યું કે, યુરોપને જે ગેસની જરૂર છે તે પણ બંધ કરવામાં આવશે.

આ વિશ્વયુદ્ધની રશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે અને તેના પુરાવા પણ મળી રહ્યા છે. જો રશિયા ક્રૂડ ઓઈલનો પુરવઠો બંધ કરે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 300$ સુધી પહોંચી જશે, જે પહેલાથી જ ઐતિહાસિક સ્તરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 139$ પ્રતિ બેરલ થઈ ગયા છે, જે 2008 પછીના સૌથી વધુ ભાવ છે.

આ પણ વાંચો…Apple iPhone SE 5G launch: Appleએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G iPhone, વાંચો સંપૂર્ણ વિગત

રશિયાના નાયબ પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડર નોવાકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એ વાત એકદમ સ્પષ્ટ છે કે રશિયન તેલની અસ્વીકૃતિના કારણે વૈશ્વિક બજારના વિનાશક પરિણામો આવશે.” ભાવમાં અણધાર્યો ઉછાળો જોવા મળશે. ક્રૂડ ઓઈલના ભાવ 300$ પ્રતિ બેરલ હશે. નોવાકે કહ્યું કે યુરોપને રશિયા પાસેથી મળેલા તેલના જથ્થાને બદલવામાં એક વર્ષથી વધુ સમય લાગશે અને આ માટે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડશે.

જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ વધારો થશે તો તેની સીધી અસર ભારત અને ભારતના સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા બાદ બની શકે છે કે ભારતમાં પેટ્રોલની કિંમત આવનારા મહિનામાં 150 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પણ પાર કરી શકે છે. જોકે, આ વાત સરકાર પર નિર્ભર છે કે, તે પોતાના ખિસ્સામાંથી કેટલા પૈસા ખર્ચીને સામાન્ય લોકોને રાહત આપી શકે છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *