New Jio phone: જીઓનો નવો ફોન હવે બજારમાં, જાણો કયા દર પર ઉપલબ્ધ છે.

New Jio phone: જિયોફોન નેક્સ્ટ ગુજરાતમાં 8000થી વધુ રિટેલ આઉટલેટ્સમાં ઑફલાઇન ઉપલબ્ધ
સ્માર્ટફોન મહિને રૂ.300 જેટલા ઓછા EMI પર ઉપલબ્ધ

અમદાવાદ, 09 માર્ચ: New Jio phone: જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવા જિયોફોનના હાયર વર્ઝન જિયોફોન નેક્સ્ટ 4G ફોન હવે સમગ્ર ગુજરાતમાં 8,000થી વધુ રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. જિયોફોન નેક્સ્ટ રૂ. 1,999ની અપફ્રન્ટ કિંમત ચૂકવીને ખરીદી શકાય છે અને બાકીની રકમ 18-24 મહિનામાં રૂ.300 જેટલા ન્યુનતમ EMIમાં ચૂકવી શકાય છે.

ફોનવાલા, પૂજારા ટેલિકોમ, મોબાઈલવાલા, કોર મોબાઈલ, જાસ્મીન મોબાઈલ, રામદેવ મોબાઈલ, ઉમિયા મોબાઈલ, સનરાઈઝ કોમ્યુનિકેશન, કોર મોબાઈલ અને સહિત રાજ્યની તમામ મોટી અને જાણીતી મોબાઈલ ફોન રિટેલ ચેઈન ધરાવતા 8,000 સ્ટોરમાંથી ગ્રાહકો આ સ્માર્ટફોન ખરીદી શકે છે. આ ઉપરાંત જિયોફોન નેક્સ્ટ ગુજરાતમાં રિલાયન્સ રિટેલના તમામ આઉટલેટ્સ અને જિયો સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ છે.

30 કરોડ 2G યુઝર્સને ધ્યાનમાં રાખીને ગૂગલ સાથે મળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળની જિયો ટેલિકોમે જિયોફોન નેક્સ્ટ 4G સ્માર્ટફોન વિકસાવ્યો છે. આ ફોન 13 મેગા પિક્સેલ રિયર અને 8 એમપી ફ્રન્ટ કેમેરા, 2 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ તથા ડ્યુઅલ સિમ સ્લોટ સાથે સજ્જ છે, જેની કિંમત રૂ. 6,499 છે.

New Jio phone

4G સ્માર્ટફોનને 1,999 રૂપિયાની અપફ્રન્ટ કિંમત ચૂકવીને ખરીદી શકાય છે અને બાકીની રકમ 18-24 મહિનામાં ચૂકવી શકાય છે. 18 મહિના અને 24 મહિનાની અવધિ ધરાવતા ઓલ્વેઝ-ઓન પ્લાન હેઠળ, ગ્રાહકોએ સમય મર્યાદાની પસંદગીના આધારે માત્ર રૂ. 300 કે તેથી વધુ ચૂકવવાના રહેશે. તેની સાથે દર મહિને 5GB ડેટા અને 100 મિનિટનો ટોકટાઈમ પણ આપવામાં આવશે.

જિયોફોન નેક્સ્ટ લાર્જ પ્લાન ગ્રાહકે 18 મહિના માટે 500 રૂપિયા અથવા 24 મહિના માટે 450 રૂપિયા ચૂકવવાના વિકલ્પ આપે છે. તેમાં યુઝરને દરરોજ 1.5GB 4G ડેટા અને અમર્યાદિત વૉઇસ કૉલ્સનો ઉપયોગ કરવા મળશે. XL પ્લાન હેઠળ ગ્રાહકો 18 મહિના માટે 550 રૂપિયા અથવા 24 મહિના માટે 500 રૂપિયા ચૂકવવાનું પસંદ કરી શકે છે. આ પ્લાન હેઠળ, યુઝર્સને દરરોજ 2GB હાઇ-સ્પીડ 4G ડેટા અને અમર્યાદિત વૉઇસ કૉલ્સ મળે છે.

અને છેલ્લે XXL પ્લાન છે. રિલાયન્સ જિયોફોન નેક્સ્ટ ખરીદનારા ગ્રાહક આ પ્લાન હેઠળ 18 મહિના માટે દર મહિને રૂ 600 અથવા 24 મહિના માટે રૂ. 550 ચૂકવીને અમર્યાદિત વૉઇસ કૉલ્સ સાથે 4G સ્પીડ સાથેનો દરરોજ 2.5GB ડેટા મેળવી શકે છે.

આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 215 SoC ચિપસેટ પર વિકસાવવામાં આવ્યો છે. આ ફોન ગૂગલ દ્વારા વિકસાવાયેલી પ્રગતિ ઓએસ પર કામ કરે છે, જે એન્ડ્રોઇડ પર આધારિત છે. આ ઑપરેટિંગ સિસ્ટમ વિશિષ્ટ સુવિધાઓ પ્રદાન કરે છે જેમ કે રીડ અલાઉડ, ટ્રાન્સલેટ અને ગૂગલની તમામ એપ્લિકેશનોને પણ સપોર્ટ કરે છે. જિયોફોન નેક્સ્ટમાં માય જિયો, જિયો સિનેમા, જિયો ટીવી, જિયો સાવન જેવી જિયોની લોકપ્રિય એપ્સ અગાઉથી જ ઇન્સ્ટોલ કરેલી છે.

આ 4G સ્માર્ટફોન 720 x 1440 રિઝોલ્યુશન સાથે 5.5-ઇંચ HD પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનમાં 3,500 mAh બેટરી, 2GB RAM અને 32GB ઈન્ટરનલ સ્ટોરેજ છે, જેમાં સ્ટોરેજને 512 GB સુધી વધારી શકાય તેવો વિકલ્પ ઉપલબ્ધ છે. ભારતમાં આ ફોનનું ઉત્પાદન નિયોલિન્ક પ્લાન્ટમાં થઈ રહ્યું છે.

આ પણ વાંચો…Inauguration of stoppage of 6 trains: કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે નડિયાદ ખાતે 6 ટ્રેનોના સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.