CM Vijay Rupani image

મોટી જાહેરાતઃ ઇલેકટ્રીક ટુ વ્હીલર(electric vehicle policy) માટે ર૦ હજાર સુધી-થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી ફોર વ્હીલર માટે ૧.પ૦ લાખ સુધીની સબસિડી

ગાંધીનગર, 22 જૂનઃelectric vehicle policy: આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી(electric vehicle policy)-ર૦ર૧ ની મુખ્ય વિશેષતાઓ

  • ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીનું મેન્યૂફેકચરીંગ હબ ગુજરાતને બનાવવું
  • ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા
  • વાહનોના ધૂમાડાથી થતું વાયુ પ્રદૂષણ અટકાવી પર્યાવરણ રક્ષા કરવી
  • ઇ-વાહનોની બેટરીના ચાર્જીંગ માટે રાજ્યમાં હાલના ર૭૮ ઉપરાંત નવા રપ૦ ચાર્જીંગ સ્ટેશન સાથે કુલ પર૮ ચાર્જીંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર મળશે
electric vehicle policy
  • પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી અપાશે
  • હાઉસીંગ અને કોમર્શીયલ બાંધકામોમાં ચાર્જીંગ વ્યવસ્થા ઊભી કરાશે
  • ગુજરાતના આરટીઓ દ્વારા પાસ થયેલા ઇ-વ્હીકલને નોંધણી ફીમાંથી ૧૦૦ ટકા મુક્તિ
  • ૪ વર્ષમાં ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે
  • ઓછામાં ઓછું ૬ લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે
  • ઇલેકટ્રીક ટુ વ્હીલર(electric vehicle policy) માટે ર૦ હજાર સુધી-થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી ફોર વ્હીલર માટે ૧.પ૦ લાખ સુધીની સબસિડી-પ્રોત્સાહન ડીબીટી થી બેંક ખાતામાં જમા થશે
  • દેશના અન્ય કોઇપણ રાજ્યો કરતા ગુજરાતમાં ઇ-વ્હીકલ માટે પ્રતિ કિલોવોટ સબસીડી બમણી અપાશે
  • પ્રાયવેટ કે કોમર્શીયલ વાહન કોઇ પણ વાહનના પ્રકારને ધ્યાનમાં લીધા સિવાય સબસિડી અપાશે
  • ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના ફ્રેમ-ર અન્વયે મળતા પ્રોત્સાહનો ઉપરાંત રાજ્ય સરકાર ઇ-વ્હીકલ ખરીદનારને વધારાની સબસીડી-પ્રોત્સાહન આપશે

આ પણ વાંચોઃ 10 બાળકોને જન્મ આપવાનો દાવો કરનારી મહિલા ગોસિયામે સિથોલે (Gosiame Sithole)ની કરવામાં આવી ધરપકડ! આ છે કારણ- વાંચો સંપૂર્ણ અહેવાલ