school 1605808499 edited e1647265814271

Gujcat exam 2021: ગુજકેટની પરીક્ષાની તારીખ થઇ જાહેર, આ તારીખથી ઓનલાઇન ફોર્મ ભરાશે- વાંચો અગત્યની માહિતી

ગાંધીનગર, 22 જૂનઃGujcat exam 2021: ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021(Gujcat exam 2021)ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org પર મૂકવામાં આવી છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઉમેદવારો ગુજકેટ-2021ની પરીક્ષા(Gujcat exam 2021)નું ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જૂનથી 30 જૂન 2021 સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. આ માટે ઉમેદવારે 300 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. જેને ઓનલાઈન અથવા દેશની કોઇપણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકાશે.

આ પણ વાંચોઃ મોટી જાહેરાતઃ ઇલેકટ્રીક ટુ વ્હીલર(electric vehicle policy) માટે ર૦ હજાર સુધી-થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી ફોર વ્હીલર માટે ૧.પ૦ લાખ સુધીની સબસિડી