Fake Cumin Factory Busted: ઊંઝા નજીકથી ઝડપાઈ નકલી જીરા ની ફેક્ટરી, વાંચો વિગતે…

Fake Cumin Factory Busted: મહેસાણા જિલ્લાનું વેપારી વડામથક ઊંઝા જીરા બજાર હવે ઊંઝા વિસ્તારમાં નકલી જીરા ફેક્ટરીઓ ધમધમવા લાગતા બદનામ બન્યું

મહેસાણા, 11 ડિસેમ્બરઃ Fake Cumin Factory Busted: સામાન્ય સંજોગોમાં જીરા બજાર માં તેજી આવે ત્યારે જીરા ના ભાવ 4000 થી 4500 રૂપિયા થતો હતો. પરંતુ ગત વર્ષે જીરા સિઝનની આવક થતા ની સાથે જ જીરા ના ભાવ રૂપિયા 10,000 થી 12,000 ને આંબી આગ ઝરતી તેજી ના કારણે ઊંઝા વિસ્તારમાં નકલી જીરા ની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે.

ત્યારે ઊંઝા નજીક રામપુરા ગામ પાસે થી વધુ એક નકલી જીરા ની ફેક્ટરી મહેસાણા ફૂડ વિભાગે ઝડપી પાડી છે. બેનામી ચાલતી આ ફેક્ટરી માંથી નકલી જીરું બનાવવા ના સાધનો અને સામાન ફેક્ટરી માંથી ઝડપાયા છે અને સાથોસાથ હજ્જારો કિલો નકલી જીરા નો જથ્થો પણ ઝડપાયો છે.

આ સાથે હલકી વરિયાળી કેમિકલ માં ભેળવી બનાવેલા નકલી જીરા નો જથ્થો બોગસ ફેક્ટરી માં તડકા માં સુકવેલો ફેક્ટરી ના પટાંગણ માંથી મળી આવ્યો છે.આ તમામ નકલી જીરા નો જથ્થો અને ફેક્ટરી સીલ કરવા ની કાર્યવાહી મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા શરૂ કરવા માં આવી છે.

આ પણ વાંચો… Emotions: લાગણીઓ અવાજ વગરની હોવાં છતાં તેનાં પડઘાં પડે છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો