Banner Puja Patel

Emotions: લાગણીઓ અવાજ વગરની હોવાં છતાં તેનાં પડઘાં પડે છે

“લાગણીઓનો પડઘો”(Emotions)

કેવું અજીબ વાક્ય છે નહીં, Emotions” લાગણીઓનો પડઘો“?! લાગણીઓ તો અવાજ વગરની હોય છે ને! તેનાં થોડી પડઘા પડે? કોઈ સાથે આ વાત વહેંચીએ તો પણ તે હસી પડે! પણ હા, લાગણીઓ અવાજ વગરની હોવાં છતાં તેનાં પડઘાં પડે છે. લાગણીઓ બોલીને જ દર વખતે સાબિત કરવી પડે એવું પણ નથી હોતું. હું આ વાત ઉદાહરણ આપીને સમજાવવા પ્રયત્ન કરું છું.

ઉદાહરણ દ્વારા, કોઈ એક વ્યક્તિ સાથે બીજાં વ્યક્તિ દ્વારા ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે પહેલી વ્યક્તિનું મન દુભાય છે. અને બીજી વ્યક્તિ કે જે વિશ્વાસઘાતી બની હતી, તે આ વાત સમજે કે ન સમજે; તેણે જાણતાં અજાણતાં કોઈનું ખરાબ કર્યુ હોય, બીજાની લાગણી દુભાવી હોય તો તેની સાથે સારું નથી બનતું. તેને તેનાં કર્મનું ફળ સમય જ આપે છે. એટલે જ જાણતાં કે અજાણતાં કોઈની પણ લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે આપણે હજાર સારાં કામ કરીને પણ જો એક ખરાબ કામ કરી લઈએ તો તે એક ખરાબ કામ આખું જીવન બદલી શકે છે ત્યારે તે સમયે આપણાં કારેલાં સારા કાર્યો કોઇને નહીં દેખાય!
Emotions: લાગણીનાં પડઘાં પડે છે તે ભલે સંભળાતા નથી, છતાંય ઘણું બધું કહી જાય છે. તમારાં કરેલાં વર્તનથી જો લોકો ખુશ હોય તો તે એક સકારાત્મક પડઘો પડ્યો કહેવાય અને કોઇ એક વ્યક્તિ કે જે તમારી નજીક હોય તે નાખુશ હોય ને, તો તે લાગણી નો નકારાત્મક પડઘો પડશે, તે એક ભયાનક ચીસ હશે જે તમને કાનથી કદાચ નહીં સાંભળવા મળે પરંતું તે તમારી સાથે રોજબરોજના વ્યવહારમાં અનુભવવા મળશે!
તમને જે પણ લાગણી હોય તે અમુક સમયાંતરે બોલી નાખવી જોઈએ દર વખતે બધી વાતો મનથી મન સુધી નથી પહોંચતી! પરંતું જો તમે બોલીને તમારી લાગણીનો એકરાર કરશો, તો મનમાં જે અમુક બાવાઓ જામી ગયાં હશે તે નિકળી જશે, અને અમુક વાતોની જે ગાંઠ વળી ગઈ હશે: જે ગુંચ વળી ગઈ હશે તે ઉકેલાઈ જશે! તમારાં લાગણીઓના પડઘાં કયારેક તમારે બોલીને પણ પાડવા પડશે બસ તમારે એ વિચારવાનું છે કે તમારે ક્યારે બોલવું શું! બાકીના સમયે માત્ર મનથી મન સુધી વાતો કરશો તે લાગણી તો વાયરલેસ વાઇફાઇ જેવું છે. સિગ્નલ એક્ટિવ હશે, હંમેશા એક્ટિવેટેડ રહેશે અને તમારો મેસેજ પહોંચી પણ જશે સામેવાળી વ્યક્તિ સુધી! બોલીને એકરાર કરવાની ત્યારે જ જરૂરી બની જશે જ્યારે સિગ્નલ થોડું નબળું પડી જાય! ધ્યાન રાખજો કે આ સિગ્નલ સદાય સક્રિય રહે; આ સાથે હું મારી કલમને વિરામ આપું છું. ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

આ પણ વાંચો:- National Anthem: શું આપણે રાષ્ટ્રગીતનું સમ્માન કરીએ છીએ?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *