Ghatasthapana in Ambaji mandir

Ghatasthapana in Ambaji mandir: અંબાજી મંદિરમાં ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરા નું આજે ઉત્થાપન કરવામાં આવ્યું

Ghatasthapana in Ambaji mandir: આવતીકાલથી સવાર અને સાંજ બે સમયેજ આરતી કરવામાં આવશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 29 માર્ચ: Ghatasthapana in Ambaji mandir: નવ દિવસની ચૈત્રી નવરાત્રી હવે પૂર્ણતા ની આરે છે ત્યારે આજે ચૈત્રસુદ અષ્ઠમીને અંબાજી મંદિરમાં ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરા નું આજે ઉત્થાપન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે અષ્ઠમીના રોજ ઉત્થાપન દરમિયાન વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. આઠ દિવસ દરમિયાન મંદિરના સભા મંડપમાં ઘટ્ટ સ્થાપન માં ઉગેલા જવેરા જોતા આગામી સમય આર્થિક વૃદ્ધિ અને સારા વરસાદ સાથે સારી ઉત્પત્તિ થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

વરસાદ પણ સારા પ્રમાણમાં રહેવાનો જવેરા ની વૃદ્ધિ ના આધારે માનવામાં આવી રહ્યું છે. આજે આ ઉત્થાપન દરમિયાન ભટ્ટજી મહારાજે આરતી ઉતારી ગુજરાત સહીત દેશભરમાં સુખશાંતિ સમૃદ્ધિ ને રોગમુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

જોકે ચૈત્રી પ્રારંભ થી દિવસ દરમિયાન કરાતી ત્રણ ટાઈમ ની આરતી ના બદલે હવે આવતી કાલ થી સવાર અને સાંજ બે સમયેજ આરતી કરવામાં આવશે તેમ દેવાંગભાઈ ઠાકર (ભટ્ટજી મહારાજ,અંબાજી મંદિર) અંબાજી એ જણાવ્યુ હતુ.

જોકે ચૈત્રી અ।ઠમ ને લઈ માઈ ભક્તો દ્વારામાં અંબે ને વીવીધ વ્યંજનો નો અન્નકુટ ધરાવાવામાં આવ્યો હતો જેની આજે બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી ને આ આરતી માં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હવે આવતી કાલ થી સવાર અવે સાંજ આમ દિવસ દરમ્યાન બે સમય જ આરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: Shah Rukh Khan New Car: શાહરૂખ ખાને ખરીદી ભારતની સૌથી મોંઘી ગાડી, કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો