Shahrukh khan

Shah Rukh Khan New Car: શાહરૂખ ખાને ખરીદી ભારતની સૌથી મોંઘી ગાડી, કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે

  • આ કારની શોરૂમ કિંમત લગભગ 8 કરોડ 20 લાખ રૂપિયા છે

Shah Rukh Khan New Car: કિંગ ખાન હાલમાં જ પોતાના ઘરે રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ લાવ્યો છે

મનોરંજન ડેસ્ક, 29 માર્ચ: Shah Rukh Khan New Car: પઠાણની શાનદાર સફળતા બાદ શાહરૂખ ખાને સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડનો અસલી બાદશાહ છે. અભિનય સિવાય શાહરૂખ પોતાની લક્ઝરી લાઈફ માટે પણ ખૂબ જ ફેમસ છે. તેની પાસે ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવા મોંઘા વાહનોનું અદ્ભુત કલેક્શન છે. હવે આ લિસ્ટમાં વધુ એક કારનું નામ જોડાયું છે.

શાહરુખ ખાને ખરીદી ભારત ની સૌથી મોંઘી ગાડી 

કિંગ ખાન હાલમાં જ પોતાના ઘરે રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ લાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારની શોરૂમ કિંમત લગભગ 8 કરોડ 20 લાખ રૂપિયા છે. તેમજ તેને કસ્ટમાઇઝ કર્યા પછી, તેની કિંમત 10 કરોડની નજીક પહોંચી જાય છે. આ કારને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં આ કાર ભારતની સૌથી મોંઘી કાર છે. આ ક્લિપમાં આ કાર મન્નતની અંદર જતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ કોઈ લક્ઝરી આઈટમના કારણે લાઇમલાઈટમાં આવ્યો હોય. અગાઉ તેના કાંડા પર ઘડિયાળ જોવા મળી હતી. ઘણા અહેવાલોમાં તેની કિંમત પાંચ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

શાહરુખ ખાન ની ફિલ્મે તોડ્યો બાહુબલી2 નો રેકોર્ડ 

નોંધપાત્ર વાત એ છે કે ‘પઠાણ’ની સફળતા બાદ આ દિવસોમાં શાહરૂખના સ્ટાર્સ આસમાન માં છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘બાહુબલી 2’ ને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ પછી ચાહકો તેની ફિલ્મ ‘જવાન’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Farali Aloo Paratha: નવરાત્રીના ઉપવાસ દરમિયાન બનાવો ફરાળી આલૂ પરાઠા, નોંધી લો રેસીપી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો