Girls self-defense training: કેશોદમાં કિશોરીઓને સ્વરક્ષણ માટેની તાલીમ અપાઈ
Girls self-defense training: 131 કિશોરીઓને જુડો, લાઠી દાવ, ચુની દાવની 8 દિવસની તાલીમ અપાઈ
અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૨૨ ડિસેમ્બર: Girls self-defense training: જીલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમ કાર્યક્રમનું કરાયું આયોજન

જૂનાગઢ જીલ્લાના કેશોદ ખાતે અલ્ટ્રા સ્કુલમાં 131 કિશોરીઓને 8 દિવસીય તાલીમ આપવામાં આવી હતી જેમાં સ્વરક્ષણના દાવ શીખવવામાં આવ્યા હતા. જુડો,લાઠી દાવ, ચુની દાવ વગેરે દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તાલીમ લેનાર કિશોરીઓને સેલ્ફ ડિફેન્સ કીટ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
