Cream and honey

Dry skin tips: શિયાળામાં શુષ્ક ત્વચા ને મુલાયમ રાખવા માટે આ રીતે કરો મલાઈ નો ઉપયોગ

Dry skin tips: વર્ષે હવામાન બદલાય ત્યારે શુષ્ક ત્વચાનો સામનો કરો છો, તો અમે તમારા માટે લાવ્યા છીએ એક અદ્ભુત ઉપાય.

હેલ્થ ડેસ્ક, ૨૨ ડિસેમ્બરઃ Dry skin tips: શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ઠંડો પવન અને બદલાતા હવામાન આપણી ત્વચાને સૌથી વધુ અસર કરે છે. આપણી ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. જો તમે પણ દર વર્ષે હવામાન બદલાય ત્યારે શુષ્ક ત્વચાનો સામનો કરો છો, તો અમે તમારા માટે લાવ્યા છીએ એક અદ્ભુત ઉપાય. આ સમય દરમિયાન તમે મલાઈ નો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કે ઠંડા હવામાનમાં મલાઈ નો ઉપયોગ કેવી રીતે કરવો.

મલાઈ અને મધ

Dry skin tips: મલાઈ તમારી શુષ્ક ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે તેને મુલાયમ પણ બનાવે છે. તેમજ, મધ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને બેક્ટેરિયાથી દૂર રાખે છે. તેના માટે સમાન માત્રામાં મલાઈ અને મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવીને મસાજ કરો. પછી તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો.

મલાઈ અને નારંગી

નારંગી માં વિટામિન-સી જોવા મળે છે જે ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત ગ્લો પણ આપે છે. નારંગીની છાલને સૂકવીને છીણી લો. એક ઈંડાનો સફેદ ભાગ, મલાઈ અથવા કાચું દૂધ અને છાલનો પાવડર મિક્સ કરો. આ પેસ્ટને આખા ચહેરા પર સારી રીતે લગાવો. નરમાશથી માસ્કને નીચેથી ઉપર સુધી દૂર કરો. આ માસ્ક અઠવાડિયામાં એકવાર વાપરી શકાય છે.

Whatsapp Join Banner Guj

દૂધ અને કેળા

શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં કેળા અને દૂધનો ઉપયોગ ભેજ જાળવી રાખવા માટે પણ કરી શકાય છે. મલાઈ ની જેમ કાચું દૂધ પણ ત્વચાને ભેજ પ્રદાન કરે છે. કેળા મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. જો ત્વચા તૈલી હોય તો તમે દૂધને બદલે ગુલાબજળ પસંદ કરી શકો છો. અડધું કેળું, 1/4 કપ દૂધ અને થોડું મધ મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો. થોડી વાર પછી પાણીથી ધોઈ લો.

કેળા અને પપૈયા 

જો મલાઈ તમને અનુકૂળ ન આવે, તો તમે તેના વિના પેક બનાવી શકો છો. શુષ્ક ત્વચા માટે પણ પપૈયું ખૂબ જ ઉપયોગી છે. આ માટે અડધું કેળું અને થોડું પપૈયું લો અને તેને મેશ કરો. હવે તેને ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવો. 15-20 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો…Ring road bridge collapses: અમદાવાદના રિંગરોડ રોડ બની રહેલો બ્રીજ ધરાશાયી, ફાયરબ્રિગેડ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે