Election seva kendra danta

Gram panchayat election: દાંતા તાલુકામાં ફરી એકવાર ચૂંટણી જાહેરનામુ પ્રસિધ્ધ થતા સાથે તાલુકા મામલતદાર કચેરીએ ભારે ભીડ જોવા મળી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૯ નવેમ્બર:
Gram panchayat election: બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં ફરી એકવાર ચૂંટણી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે દાંતા તાલુકામાં કુલ 55 ગામો પૈકી મુદ્દત 31-03-2022 ના રોજ મુદ્દત પુરી થતી 48 ગ્રામ પંચાયત ની ચૂંટણી નુ જાહેરનામુ આજે વિધિવત થી પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે

આજે જાહેરનામુ પ્રસિધ્ધ થતા સાથે દાંતા માં (Gram panchayat election) પ્રથમ દિવસે ના તાલુકા મામલતદાર કચેરીએ ઉમેદવારી ફોર્મ લેવા સાથે જરૂરીયાત વાળા દાખલા લેવા માટેની ભારે ભીડ જોવા મળી હતી એટલું જ નહીં ક્યાંક નેટ કનેક્ટિવિટીને લઈ અધિકારીઓ પણ મૂંઝવણમાં મૂકાયેલા જોવા મળ્યા હતા જો કે દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયત અને એક પંયાયત ની પેટા ચૂંટણી માંટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યા બાદ ઉમેદવારો પણ ભારે થનગનાટ જોવા મળ્યો હતો

પ્રથમ દિવસે ઉમેદવારી ઈચ્છતાં લોકો 100 જેટલા ફોર્મ લઇ ગયા હતા અને આજે પ્રથમ દિવસે દાંતા તાલુકામાં છે કે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયુ નહતુ આ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને પછી 6 ડિસેમ્બર સુધી પાછો ખેંચી શકાશે જેનુ મતદાન 19 ડિસેમ્બરે 2021 નોરોજ યોજાશે અને 21 ડિસેમ્બરે તેની મતગણતરી હાથ ધરાશે

દાંતા તાલુકામાં ગ્રામ પંચાયત (Gram panchayat election) અને એક પેટા ચૂંટણી સુચારુ રુપથી યોજાય તે માટે પણ વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનુ અનિલભાઈ સોલંકી (મામલતદાર) દાંતાએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો…Farm laws repeal in parliament: 3 કૃષિ કાયદાની વાપસી પર હંગામા વચ્ચે બંને સદનમાં બિલ પાસ- હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ત્રણેય કાયદા રદ્દ થઈ જશે

Whatsapp Join Banner Guj