Farm laws repeal in parliament

Farm laws repeal in parliament: 3 કૃષિ કાયદાની વાપસી પર હંગામા વચ્ચે બંને સદનમાં બિલ પાસ- હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ત્રણેય કાયદા રદ્દ થઈ જશે

Farm laws repeal in parliament: સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સરકાર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર નથી

નવી દિલ્હી, 29 નવેમ્બરઃ Farm laws repeal in parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ત્રણેય કૃષિ કાયદાની વાપસી પર આજે સંસદની મહોર વાગી ગઈ છે. વિપક્ષ કૃષિ કાયદાની વાપસીના બિલ પર ચર્ચા કરવાની માગણી કરી રહ્યું હતું પરંતુ સરકાર આ ચર્ચા માટે તૈયાર નહોતી. વિપક્ષના ભારે હંગામા વચ્ચે કૃષિ કાયદાઓની વાપસીનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ત્રણેય કાયદા રદ્દ થઈ જશે. 

વિપક્ષ દ્વારા કૃષિ કાયદાઓ(Farm laws repeal in parliament) પર ચર્ચા કરવાની માગણી કરવામાં આવી રહી છે. જોકે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સરકાર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર નથી. સરકારના કહેવા પ્રમાણે જ્યારે વડાપ્રધાન મોદી પોતે જ માફી માગી ચુક્યા છે તો પછી ચર્ચા કઈ વાતની કરવાની. 

આ પણ વાંચોઃ Omicron variants: કોરોના સંક્રમિત થયેલા લોકો માટે જોખમ, WHOએ કહ્યું- વેક્સિનેશન ઉપયોગી બનશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj