Green Hydrogen: સાણંદમાં બન્યું દેશનું પહેલું ગ્રીન હાઈડ્રોજન બનાવતું સ્વદેશી મશીન
Green Hydrogen: ગુજરાતના સાણંદમાં ભારતનું પ્રથમ મેક ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રો લાઈઝર મશીન બનાવવામાં આવ્યું
અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ Green Hydrogen:ભારત સરકારે ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કર્યું છે. જો કે ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન નહિવત છે. જે થોડો ઘણો ગ્રીન હાઇડ્રોજન બને છે તે પણ ચીનના મશીનથી બને છે. હવે ગુજરાતના સાણંદમાં ભારતનું પ્રથમ મેક ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રો લાઈઝર મશીન બનાવવામાં આવ્યું છે જે પાણીમાંથી ગ્રીન હાઈડ્રોજન બનાવશે.
મીડિયા રિપોર્ટમાં ગ્રીનઝો એનર્જી ઇન્ડિયાના સ્થાપક અને સીઈઓ સંદીપ અગ્રવાલ કે જેની કંપનીએ ભારતનું પહેલું સ્વદેશી મશીન બનાવ્યું છે જે ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે, તેમનું કહેવું છે કે “આ ભારતનું પ્રથમ સ્વદેશી – મેક ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રો લાઈઝર મશીન છે.
Sankashti Chaturthi Special: આ છે ગણપતિ દાદાના ગુજરાતમાં આવેલા ખાસ મંદિરો
હાલમાં આ મશીનની ક્ષમતા 1 મેગાવોટ છે આ મશીન દ્વારા પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવવામાં આવશે, ભારતમાં હાલમાં હાઇડ્રોજન ગેસમાંથી ઉત્પન્ન થાય છે જે કાર્બનનું ઉત્સર્જન કરે છે, મતલબ કે પર્યાવરણને ખુબ જ નુકસાન કરે છે.
ઉલ્લેખનીય છે કે, સાણંદમાં આ ઇલેક્ટ્રો લાઇઝર મશીન બનાવતી ફેક્ટરી છે. કોમર્શિયલ ઉત્પાદન તો જો કે નવેમ્બરમાં શરુ થશે પરંતુ ગુજરાતની ધરતી ઉપર જ આ પહેલું મશીન બન્યું છે, જે સંપૂર્ણ મેક ઈન ઇન્ડિયા છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
 
			