pm modi with Cassandra Mae Spittmann

German singer video: 21 વર્ષિય જર્મન સિંગરે પીએમ મોદીને સંભળાવ્યું ભજન, વડાપ્રધાને કર્યો વીડિયો શેર

German singer video: પીએમ મોદી મન કી બાત કાર્યક્રમમાં આ સિંગરનો ઉલ્લેખ કરી ચુક્યા છે

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ German singer video:અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ આયેંગે ગાઈને ઈન્ટરનેટ પર ધમાલ મચાવનારી જર્મન સિંગર સાથે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. પીએમ મોદી મન કી બાત કાર્યક્રમમાં આ સિંગરનો ઉલ્લેખ કરી ચુક્યા છે.

તમિલનાડૂના પલ્લાદમમાં મુલાકાત દરમ્યાન જર્મન સિંગર કૈસેંડ્રા માઈ સ્પિટમૈને (Cassandra Mae Spittmann) પ્રધાનમંત્રીને ભજન ગાઈને સંભળાવ્યું હતું. તો વળી પીએમ મોદી પણ આ દરમ્યાન ભજનનો આનંદ લેતા દેખાઈ રહ્યા છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કૈસેંડ્રા ભજન ગઈ રહી છે અને પીએમ મોદી તેનો આનંદ લઈ રહ્યા છે.

Green Hydrogen: સાણંદમાં બન્યું દેશનું પહેલું ગ્રીન હાઈડ્રોજન બનાવતું સ્વદેશી મશીન

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2023માં પોતાના કાર્યક્રમ મન કી બાતમાં 21 વર્ષિય જર્મન સિંગર કૈસેંડ્રાનો ઉલ્લેખ કર્યો હતો. તે આંખેથી જોઈ શકતી નથી. કૈસેંડ્રાએ હાલમાં જ જગત જાના પાલમ અને શિવ પંચાક્ષર સ્તોત્રમનું ગાયન કર્યું હતું.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો