Siddhi Vinayak mehmadavad

Sankashti Chaturthi Special: આ છે ગણપતિ દાદાના ગુજરાતમાં આવેલા ખાસ મંદિરો

Sankashti Chaturthi Special: અમદાવાદની નજીક હોવાથી અડધા દિવસમાં જ તમે આ મંદિરોમાં દર્શન કરીને પાછા આવી શકો છો

ધર્મ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Sankashti Chaturthi Special: દેશના જાણીતા ગણપતિ મંદિરો વિશે તો જાણતા જ હશો. પરંતુ અમદાવાદની નજીક પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા ગણપતિ મંદિરો છે. ગણેશોત્સવ હોય કે ના હોય આ મંદિરોમાં ભીડ હોય જ છે. અમદાવાદની નજીક હોવાથી અડધા દિવસમાં જ તમે આ મંદિરોમાં દર્શન કરીને પાછા આવી શકો છો.

ગણપતિ મંદિર- લાલ દરવાજા
અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં જ ગણેશજી પણ બિરાજે છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનનની બે મૂર્તિઓ આવેલી છે. એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની છે અને બીજી આરસપહાણની સિંદુરી રંગની મૂર્તિ છે. જે ડાબી સૂંઢવાળી છે. અમદાવાદીઓની આસ્થાનું સ્થાન છે આ ગણેશ મંદિર. બારેમાસ આ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે.

CAA ipmlement anytime in India: લોકસભા ચૂંટણી પહેલા લાગૂ થશે CAA કાયદો, નિયમોને લઇ જાહેર થઇ શકે છે નોટિફિકેશન

ગણેશ મંદિર- કોઠ
ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. આ મંદિર ધોળકાથી લગભગ 20 કિલોમીટર અને અમદાવાદથી 62 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મંદિરની ખાસિયત છે ગણેશજીની સૂંઢ. ઘણા મંદિરોમાં ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે જ્યારે આ મંદિરમાં બિરાજતા ગણેશજીની સૂંઢ જમણી તરફ વળેલી છે. ઉપરાંત આ મૂર્તિ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે. મૂર્તિની ઊંચાઈ 6 ફૂટ જેટલી છે.

સિદ્ધિવિનાયક મંદિર, મહેમદાવાદ
અમદાવાદથી 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે આવેલું છે શ્રી સિદ્ધિવિનાયક મંદિર. મુંબઈમાં આવેલા પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત આ મંદિરમાં લાવવમાં આવી છે. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી છે. 6,00,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ મંદિરની મૂર્તિ જમીનથી 56 ફૂટ ઊંચે સ્થાપવામાં આવી છે. આ મંદિરનો આકાર ગણેશજીના સ્વરૂપનો છે. આ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો