heavy rain

Gujarat Rainfall Prediction: વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર, આ તારીખથી શરુ થશે ચોમાસુ- વાંચો વિગત

Gujarat Rainfall Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે.

google news png

અમદાવાદ, 28 મેઃ Gujarat Rainfall Prediction: રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. તેને કારણે ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. વાવાઝોડાની અસરને પગલે આસામ, મેઘાલય, ત્રિપુરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે. ત્યારે હવે આ વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાંખી છે. દેશમાં વહેલુ ચોમાસું આવવાનું છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રીએ રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો:- Mizoram stone quarry collapsed: આઈઝોલમાં ભારે વરસાદને કારણે પથ્થરની ખાણ ધસી પડતા 7 લોકોના મોત, રેસ્ક્યુ કામગીરી યથાવત

જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.

આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો