DRM rajkot

DRM Rajkot: દહિંસરાના સ્ટેશન માસ્ટર ને ડીઆરએમ એ કર્યા સન્માનિત

DRM Rajkot: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દહિંસરાના સ્ટેશન માસ્ટર ને ડીઆરએમ એ કર્યા સન્માનિત

google news png

રાજકોટ, 28 મે: DRM Rajkot: રેલવે સેફટીમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના દહિંસરા સ્ટેશનના સ્ટેશન માસ્ટર શશી શેખરને આજે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:- Gujarat Rainfall Prediction: વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર, આ તારીખથી શરુ થશે ચોમાસુ- વાંચો વિગત

16 મે ના રોજ ઉપરોક્ત કર્મચારી દ્વારા ગેટ નં. 67 ના ગેટ મેન પાસેથી સંદેશ મળ્યો કે એક ટ્રક ગેટની ફેન્સીંગ તોડીને ટ્રેકની વચ્ચે આવી ગયો છે. આ પછી, દહિંસરા માં ફરજ પર ના સ્ટેશન માસ્ટર શ્રી શશિ શેખરે વોકી ટોકી પર ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસના લોકો પાયલોટ અને ટ્રેન મેનેજરને સંદેશો મોકલ્યો અને ટ્રેનને ઘટના સ્થળ પહેલા જ રોકાવી. તેમની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર આર.સી.મીણા અને સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજરસુનિલ કુમાર મીના ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો