Heeraba passed away: હીરાબાના નિધન બાદ આખું વડનગર શોકમગ્ન, વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળ્યો
Heeraba passed away: વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળશે
ગાંધીનગર, 30 ડિસેમ્બર: Heeraba passed away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે.
હીરાબાના અવશાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ…મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે.
આ પણ વાંચો: 10-12 board exam time table: ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે CBSE એ ટાઈમ ટેબલ કર્યો જાહેર, જાણો…