Amoeba

Amoeba in south korea: દક્ષિણ કોરિયામાં મગજ ખાનાર અમીબાએ મચાવી સનસનાટી, આ રીતે શરીર પર કરે છે હુમલો

Amoeba in south korea: નેગલેરિયા ફાઉલેરી નામના ચેપને “મગજ ખાનાર અમીબા” તરીકે પણ ઓળખવામાં આવે છે

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: Amoeba in south korea: દક્ષિણ કોરિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક અમીબાએ એક માણસને મારી નાખ્યો. આ અમીબાનું જૈવિક નામ નેગલેરિયા ફાઉલેરી છે. વ્યક્તિના મોત બાદ કોરિયા સરકાર સતર્ક થઈ ગઈ છે. મગજ ખાનાર અમીબા દક્ષિણ કોરિયામાં ત્રાટક્યું છે. દક્ષિણ કોરિયામાં અમીબા ચેપનો આ પહેલો કેસ છે. નેગલેરિયા ફાઉલેરી નામના ચેપને “મગજ ખાનાર અમીબા” તરીકે પણ ઓળખવામાં આવે છે.

કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ દક્ષિણ કોરિયામાં પ્રવેશતા પહેલા ચાર મહિના થાઈલેન્ડમાં વિતાવ્યા હતા. અગાઉ અમેરિકામાં પણ આના કારણે એક બાળકનું મોત થયું છે. તે નાક દ્વારા મગજમાં પહોંચે છે અને મગજની પેશીઓનો નાશ કરવાનું શરૂ કરે છે. એક અહેવાલ મુજબ, થાઈલેન્ડથી પરત ફરેલા કોરિયન નાગરિકનું લક્ષણો દર્શાવ્યાના 10 દિવસ પછી મૃત્યુ થયું હતું.

નેગલેરિયા શું છે શું છે..નેગલેરિયા એ અમીબા છે, જે પોતાની મેળે જીવિત રહે છે. તે સામાન્ય રીતે માટી અને ગરમ તાજા પાણીમાં જોવા મળે છે (જેમ કે તળાવો, નદીઓ અને ગરમ ઝરણાં). નેગલેરિયા ફાઉલેરી એ એકમાત્ર પ્રજાતિ છે જે મનુષ્યને ચેપ લગાડે છે. નિષ્ણાતો કહે છે કે નેગલેરિયા ફાઉલેરી સમગ્ર વિશ્વમાં ગરમ ​​તાજા પાણી અને જમીનમાં જોવા મળે છે.

આ રીતે શરીર પર કરે છે હુમલો

અમીબા ધરાવતું પાણી નાક દ્વારા શરીરમાં પ્રવેશીને લોકોને ચેપ લગાડે છે. તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે લોકો સ્વિમિંગ, ડાઇવિંગ અથવા તળાવો અથવા નદીઓના તાજા પાણીમાં માથું ડુબાડતા હોય છે. અમીબા પછી નાકમાંથી મગજ સુધી જાય છે.

આ પણ વાંચો: Heeraba passed away: હીરાબાના નિધન બાદ આખું વડનગર શોકમગ્ન, વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળ્યો

Gujarati banner 01