Hotels housefull in ahmedabad: અમદાવાદની 3 હજારથી વધુ હોટલો હાઉસફૂલ, જાણો કારણ…
Hotels housefull in ahmedabad: હોટલના ભાડ઼ા માં 30થી 40 ટકાનો વધારો પણ જોવા મળી રહ્યો
અમદાવાદ, 21 નવેમ્બર: Hotels housefull in ahmedabad: કોરોના કાલ અન્ય વ્યાપાર ઉધોગની સાથે અમદાવાદ અને ગુજરાતનો હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઉધોગને પણ ભારે સહન કરવુ પડ્યુ હતુ. જોકે હવે જ્યારે સમગ્ર પરિસ્થિતિ થાડે પડી ગઈ છે અને સામાન્ય થઈ રહી છે ત્યારે વિધાનસભા ચૂંટણી, BAPS દ્વારા ધાર્મિક કાર્યક્રમ અને લગ્નસરાની સિઝન ને લઇને હોટલ ઉધોગને આર્થિક પ્રોત્સાહન મળી રહ્યુ છે. હોટલના ભાડ઼ા માં 30થી 40 ટકાનો વધારો પણ જોવા મળી રહ્યો છે.