Cooker bomb blast case

Cooker bomb blast case: કુકર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસ NIAને સોંપવામાં આવશે! જાણો શું થયું હતું…

Cooker bomb blast case: આ વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ શારિક અને ઓટો રિક્ષા ચાલક ઘાયલ થયા હતા

નવી દિલ્હી, 21 નવેમ્બર: Cooker bomb blast case: કર્ણાટકના મેંગલુરુમાં ઓટો રિક્ષા બ્લાસ્ટની તપાસ NIAને સોંપવામાં આવશે. આ વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ શારિક અને ઓટો રિક્ષા ચાલક ઘાયલ થયા હતા.

આ કેસના આરોપી મોહમ્મદ શારિકને મેંગલુરુની ફાધર મુલર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે કહ્યું કે આરોપીઓ સામે ત્રણ કેસ નોંધાયેલા છે. જેમાંથી બે મેંગલુરુમાં અને એક શિવમોગ્ગા જિલ્લામાં છે. બે કેસમાં તેની UAPA કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્રીજા કેસમાં તે વોન્ટેડ હતો.

તમને જણાવી દઈએ કે, મેંગલુરુમાં શનિવારે એક રિક્ષામાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે હવે આ મામલો તપાસ માટે NIAને સોંપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: PM Modi in surendranagar: પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર કર્યો પ્રહાર, કહ્યું- તમે મને….

Gujarati banner 01