Incident of gas leakage: અમદાવાદ ના ઈન્ડિયા કોલોની વોર્ડ મા ઘર મા ગેસ લીકેજ ની ઘટના, વાંચો વિગતે
Incident of gas leakage: સોનિયાના સિરામિક હાઉસમાં અચાનક ગેસ લીક થવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત
અમદાવાદ, ૨૪ જાન્યુઆરીઃ Incident of gas leakage: અમદાવાદની ઈન્ડિયા કોલોનીમાં આવેલી સોનિયા સિરામિકની ચાલીમાં ગેસ લીક થયા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, સોનિયાના સિરામિક હાઉસમાં અચાનક ગેસ લીક થયા બાદ આગ લાગવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું. આગના કારણે મકાન ની તમામ ઘરવખરી બળી ને ભસ્મ થઈ ગઈ. બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ફાયર વિભાગ સાથે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો: WHO shocking claim: WHOનો ચોંકાવનારો દાવો; દુનિયાની પ્રત્યેક વ્યક્તિને લાગશે ઓમીક્રોનનો ચેપ
જ્યારે શાહરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી એફએસએલ ટીમને તપાસ માટે બોલાવી હતી. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા અરમાઈવાડી વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં આવી જ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા.