WHO president

WHO shocking claim: WHOનો ચોંકાવનારો દાવો; દુનિયાની પ્રત્યેક વ્યક્તિને લાગશે ઓમીક્રોનનો ચેપ

WHO shocking claim: દુનિયાને તમામ લોકોને એક વખત તો ઓમાઈક્રોનનો ચેપ લાગવાની શકયતા રહેલી છે: WHO

અમદાવાદ, ૨૪ જાન્યુઆરીઃ WHO shocking claim: છેલ્લા બે વર્ષથી ભારત સહિત પૂરી દુનિયામાં કોરોના અને ત્યારબાદ તેના વેરિયન્ટ ઓમીક્રોનએ આતંક ફેલાવ્યો છે. ઓમીક્રોન વેરિયન્ટને લઈને રોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.  ત્યારે રવિવારે કોવિડ -19ને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ઓમીક્રોન વેરિયન્ટને લઈને ચોંકાવનારું વિધાન કર્યું છે. ઓમીક્રોનએ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીમાં જોખમી છે. આ વેરિયન્ટ અન્ય વેરિયન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે, તેથી દુનિયાની દરેક વ્યક્તિને તેનો ચેપ લાગવાનો છે. 

WHOના કહેવા મુજબ ઓમીક્રોનનો ચેપ અન્ય કોઈ પણ વેરિયન્ટ કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી તમામ લોકોને તેને ચેપ લાગશે, તેમા કોઈ નવાઈ નથી. આ વેરિયન્ટ કોઈને પણ સહજ થઈ શકે છે. દુનિયાને તમામ લોકોને એક વખત તો ઓમાઈક્રોનનો ચેપ લાગવાની શકયતા રહેલી  છે.

ઓમીક્રોન પર થઈ રહેલા સંશોધન અને નિરીક્ષણમાં નિષ્પન થયું છે કે ઓમીક્રોન રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી શકે છે. નવા વેરિયન્ટ પર થયેલા સંશોધન મુજબ ઓમીક્રોન વેરિયન્ટનનો ચેપ ગંભીર બીમારી ધરાવતા લોકો, વૃદ્ધો અને વેક્સિન નહીં લેનારા માટે જોખમી સાબિત થઈ શકે છે એવો દાવો પણ WHOએ કર્યો છે.

આ પણ વાંચો…The benefits of anise: વરિયાળીના સેવનથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે; જાણો વિગત

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *