banaskantha collector meeting

Banaskantha collector notice: ૩૧ જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવા કલેકટરના અધિકારીઓને સુચના

Banaskantha collector notice: દાંતા ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સુચના અપાઇ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૪ જાન્યુઆરીઃ
Banaskantha collector notice: કોરોનાની ત્રીજી લહેરમાં સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા રસીકરણ જ એકમાત્ર અકસીર ઇલાજ છે તેમ દાંતા આદર્શ નિવાસી શાળામાં દાંતા- અમીરગઢ તાલુકાના સરપંચઓની બેઠકમાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતુ. કલેકટરએ દાંતા પ્રાંત કચેરી ખાતે આરોગ્ય વિભાગ સહિત સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ ટ્રાયબલ વિસ્તારના જે ગામોમાં ઓછુ રસીકરણ થયું છે તે ગામના સરપંચઓ સાથે બેઠક યોજી દરેક ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કરાવવા પર ભાર મુક્યો હતો.

Banaskantha collector notice: તેમણે નવનિયુક્ત સરપંચઓને સંબોધતા જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેર ખુબ ઝડપથી ફેલાઇ રહી છે. આ લહેરમાં પણ જે લોકોએ રસી નથી લીધી તેવા લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. જેમણે પ્રથમ અને બીજા ડોઝની રસી લીધી છે તેવા લોકો શરદી- ખાંસી કે સામાન્ય તાવ બાદ ચાર-પાંચ દિવસની સારવાર પછી સાજા થઇ જાય છે. તેમણે ઉમેર્યુ કે, બીજી લહેરની ઘાતક અસરો આપણે સૌએ અનુભવી છે.

ત્યારે પોતાના ગામની સુરક્ષા અને સલામતિ માટે દરેક વ્યક્તિને કોરોના પ્રતિરોધક રસી મુકાવી ગામની સુરક્ષા સુનિશ્વિત કરીએ. પ્રથમ અને બીજી લહેરમાં સરપંચઓ અને ગામના આગેવાનોની કામગીરીને બિરદાવતાં કલેકટરએ કહ્યું કે, મુશ્કેલીના સમયમાં તમે પ્રજાની પડખે ઉભા રહી લોક સેવાનું ખુબ સરસ કામ કર્યુ છે.

Gujarati banner 01

ત્યારે હવે રસીકરણમાં પણ આવો ઉત્સાહ દાખવી સેવાનું કામ કરીએ. તેમણે જણાવ્યું કે, રસીકરણના અભાવે કોઇનું મૃત્યુ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય નહી તે જોવા અનુરોધ કર્યો હતો. દાંતા અને અમીરગઢ તાલુકાની તમામ આશ્રમ શાળાઓમાં ભણતા વિધાર્થીઓને રસી આપી તેમના વાલીઓ પણ બાકી હોય તો તે તમામનું રસીકરણ પૂર્ણ કરવા કલેકટરએ જણાવ્યું હતુ. આગામી તા.૨૬ જાન્યુઆરીથી શરૂ કરી તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવા તેમણે અધિકારીઓને સુચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ નવનિયુક્ત સરપંચઓને અભિનંદન પાઠવી જણાવ્યું કે, કોરોનાની થર્ડ વેવની શરૂઆત થઇ ચુકી છે પરંતુ રસીકરણના લીધે મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે એટલે ગામમાં હજી પણ જે લોકોએ રસી નથી લીધી તેમને સમજાવી રસી મુકાવી આપણા પરિવાર અને ગામને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખીએ. તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં લોકોની સેવા કરવાની તક મળી છે.

ત્યારે વધુમાં વધુ રસીકરણ કરી લોકોના જીવ બચાવવા પૂણ્યના કામમાં સહભાગી બનીએ. તેમણે કહ્યું કે, આપણા જિલ્લામાં ૨૩ લાખથી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે ત્યારે કોઇપણ પ્રકારનો ડર કે ફોબીયા રાખ્યા સિવાય રસી મુકાવીને કોરોના સામેની લડાઇ લડવા ગ્રામજનો સજ્જ બને તે જરૂરી છે.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર એમ. બી. ઠાકોર, દાંતા પ્રાંત અધિકારી, આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશ હરીયાણી, તાલુકા વિકાસ અધિકારી પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓને સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોIncident of gas leakage: અમદાવાદ ના ઈન્ડિયા કોલોની વોર્ડ મા ઘર મા ગેસ લીકેજ ની ઘટના, વાંચો વિગતે