Devusinh chauhan

Jan ashirwad yatra: બનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળશે

Jan ashirwad yatra: 16 ઓગષ્ટના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અંબાજીમાં માતાજીના દર્શન કરી બાદમા પાલનપુરથી યાત્રાનો પ્રારંભ કરાવશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૩ ઓગસ્ટ:
Jan ashirwad yatra: બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ઘ્વારા આગામી 16 ઓગષ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા નીકળવામાં આવશે જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સૌ પ્રથમ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી બાદમા પાલનપુર ખાતે સભા યોજાશે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવશે

બનાસકાંઠામાં 164 કિલોમીટરના રૂટ પર પરિભ્રમણ કરનારા ભાજપની જન આશીર્વાદ યાત્રા (Jan ashirwad yatra) અંગે પાલનપુર ખાતે જિલ્લા ભાજપ ઘ્વારા પ્રેસ કોંફરન્સ યોજવામાં આવી હતી જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 16 ઓગષ્ટના રોજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી પાલનપુર પહોંચશે જ્યાં સભા યોજી જન આશીર્વાદ યાત્રાનું પ્રસ્થાન કરાવાશે.

આ પણ વાંચો…Azadi Ka Amrut Mahotsav: ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને પોરબંદરથી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો પ્રારંભ થયો

જે યાત્રાનું રૂટ પર ઠેરઠેર વેપારીમંડળ ,સામાજિક આગેવાનો ઘ્વારા સ્વાગત કરવામાં આવશે આ જન આશિર્વાદ યાત્રા પાલનપુરથી નીકળી ચંડીસર, ડીસા,ખીમાણા,દિયોદર,ભાભર ,થરા થઈ 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાના ધામ ટોટાણા ખાતે યાત્રાનું સમાપન કરાશે

Whatsapp Join Banner Guj

આ યાત્રામાં ઉત્તર ગુજરાત યાત્રાના ઇન્ચાર્જ ગોરધનભાઇ ઝડફિયા,સહ ઇન્ચાર્જ તરીકે ભરતભાઇ આર્ય અને ગીરીશભાઈ જગાણિયા સહિત ના આગેવાનો જોડાશે ભાજપની આ પ્રેસ કોંફરન્સમાં પ્રભારી નંદાજી ઠાકોર,મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર, મહામંત્રી દિલીપજી ઠાકોર, મહામંત્રી કનુભાઈ વ્યાસ, ઉપપ્રમુખ માધુભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.