Dimple border Rakhi

Rakhi for Jawan: એક રાખી ફૌજી કે નામ અંતર્ગત જામનગર થી એક હજાર બહેનએ જવાનોને રાખડી અને સંદેશાઓ મોકલ્યા

Rakhi for Jawan: જામનગર ના મહિલા કોર્પોરેટર દ્વારા સિયાચેન અવેરનેશ ડ્રાઈવ અંતર્ગત સરહદ પરના જવાનોને રાખડી મોકલવાના અભિયાન ને સફળતા

  • Rakhi for Jawan: સરહદ પરના જવાનો એ રાખડી મોકલનાર જામનગર ની બેહનોને ફોન કરી આભાર વ્યક્ત કર્યો તે અભિયાન ની સફળતા: ડીમ્પલબેન રાવલ

જામનગર, ૧૩ ઓગસ્ટ: Rakhi for Jawan: ટાઢ – તાપ કે વરસાદ જોયા વગર 365 દિવસ દેશની રક્ષા માટે પરિવારથી દૂર સરહદ પર તૈનાત જવાનો ને રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિતે સિયાચેન અવેરનેશ ડ્રાઈવ અને મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફૌજીકે નામ અંતર્ગત રાખડી મોકલવાનું કાર્ય છેલ્લા બે વર્ષ થી કરવામાં આવે છે જેમાં આ વર્ષે આ કાર્ય ને જબરી સફળતા મળી છે

જામનગર મહાનગર પાલિકા ના વોર્ડ – 2 ના મહિલા કોર્પોરેટર અને આરોગ્ય અને ગાર્ડન શાખાના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ દ્વારા જામનગર ની બહેનોને આ અભિયાન માં જોડાઈ સરહદ પરના જવાનો માટે રાખડી મોકલવાનું આહવાન કરવામાં આવ્યું હતું જેને જામનગર ની બહેનો અને મહિલા સંસ્થાઓ, નારી શક્તિ મંડળો અને જ્ઞાતિ મંડળો એ હર્ષભેર હોંશે હોંશે સ્વીકારી લીધું હતું અને એક સપ્તાહ માં જ જામનગર થી એક હજાર રાખડી અને શુભેચ્છા સંદેશાઓ એકત્ર થઈ ચૂક્યા હતા

આ પણ વાંચો…Jan ashirwad yatra: બનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળશે

જામનગર થી આ રાખડી અને સંદેશાઓ મોકલવા ના સાદાઈ ભરેલા કાર્યક્રમ માં મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન મનીષભાઇ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા,પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણભાઇ ભાટ્ટુ વિગેરે હાજર રહ્યા હતાઆ તકે રાખડી અભિયાન ના આયોજક ડીમ્પલબેન રાવલે જણાવ્યુ હતું કે રાખડી મોકલનાર બહેનોમાં પાંચ વર્ષની બાળા થી લઈ 65 વર્ષ સુધીના વયોવૃધ્ધ સામેલ છે.

Rakhi for Jawan

તેમજ (Rakhi for Jawan) દિવ્યાંગ અને ગ્રામ્ય વિસ્તાર ની બહેનો એ પણ આ અભિયાન માં સામેલ થઈ તેમની રાખડી અને સંદેશાઓ સરહદ પરના જવાનોને મોકલ્યા છે જે દેશ ભક્તિ નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે રાખડી મોકલનાર તમામ નારી સાંસ્થાઓ, ક્લબ, ગ્રૂપ, મંડળો, અને વ્યક્તિગત બહેનો નો કોર્પોરેટર ડીમ્પલબેન રાવલે સિયાચેન અવેરનેશ વતી આભાર વ્યક્ત કર્યો હતો

સિયાચેન અવેરનેશ ડ્રાઈવ સાથે સતત બે વર્ષથી જોડાય ને જામનગર ની બહેનોની રાખડી દેશની સરહદ (Rakhi for Jawan) પર દેશની રક્ષા કરતાં જવાનોને મોકલવાનું અભિયાન ચલાવતા મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલે જણાવ્યુ હતું કે ગત સાલ જામનગર ના ઘણા બહેનોને સરહદ પરથી જવાનોના લાગણીસભર ફોન આવ્યા હતા અને રાખડી મોકલવા માટે આભાર વ્યક્ત કર્યો હતો મારા માટે તે આ અભિયાન ની સફળતા છે.

Whatsapp Join Banner Guj

પ્રથમ વર્ષે 550 રાખડી, બીજા વર્ષે 700 અને આ વર્ષે 1000 રાખડી એ બહેનોનો ઉત્સાહ અને દેશભક્તિ માં સતત વધારો જોવા મળે છે, રક્ષાબંધન ના પવિત્ર તહેવાર પર રક્ષા કરતાં જવાનો રક્ષાબંધન ના શુભ ઉદેશ્ય થી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં દિવ્યાંગ બહેનો, વૃધ્ધ મહિલાઓ એ પણ ઉત્સાહભેર ભાગ લઈ આ અભિયાન ને સફળ બનાવ્યું છે.