660 16 edited

ગુજરાતમાં આશિંક લોકડાઉન(lockdown): શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડ્યું- જાણો મહાનગરોમાં કેસો મુજબ શું શું બંધ રહેશે?

lockdown

ગાંધીનગર, 19 માર્ચઃ ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. વેક્સીન પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લેટેસ્ટ સ્થિતિ મુજબ, દર કલાકે ગુજરાતમાં 53 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. આવામાં સરકારે પગલા લેવાની શરૂઆત કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં લોકડાઉન(lockdown) નહિ આવે. તેમણે લોકડાઉન (lockdown) ની વાતો અને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. પરંતું જે રીતે સરકાર પગલા લઈ રહી છે તે જોતા શનિવાર અને રવિવારના રોજ આખા દિવસના કરફ્યૂની કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં અગાઉની જેમ બે દિવસના કરફ્યૂની અફવાઓ જોર પકડ્યું છે. આ ચર્ચાની અસર માર્કેટ પર દેખાઈ રહી છે. ગઈકાલે સાંજથી જ ગુજરાતના મોલ તથા માર્કેટમા જરૂરિયાતી વસ્તુઓ લેવા માટે લોકોની લાઈનો લાગી હતી. ફરીથી લોકડાઉન આવશે એ બીકે લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે.

ADVT Dental Titanium

અમદાવાદ અને સુરતમાં શનિવારે અને રવિવારે તમામ મોલ અને થિયેટર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાએ ફરીથી ઉથલો મારતાં બંને શહેરના કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. ત્યારે આ જાહેરાત સાથે જ લોકડાઉન અને કરફ્યૂની ચર્ચા ચારેકોર થઈ રહી છે. જેથી લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે. આ ઉપરાંત ગુજરાત આંશિક લોકડાઉન તરફ વળી ચૂક્યુ છે. જેમાં ગુજરાતના 4 મહાનગરોમાં કરફ્યૂ છે. તેમજ મોલ-મલ્ટીપ્લેક્સ, સ્પોર્ટસ ક્લબ, બાગ-બગીચા, સ્થાનિક બસો વગેરે બંધ કરી દેવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

કોરોનાના કેસ 300ને પાર પહોંચી ગયા છે. પરંતુ લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. રાત્રે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. પરંતુ સવાર પડતાની સાથે નિયમોના ધજાગરા ઉડવાની શરૂઆત થઈ જાય છે. અમદાવાદનું સૌથી મોટું હોલસેલ અને રિટેઈલ જમાલપુર માર્કેટમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. વહેલી સવારથી કોરોનાને આમંત્રણ આપતી ભીડ જોવા મળી છે. વેપારી હોય કે ગ્રાહક કોઈના પણ મોઢે માસ્ક નથી જોવા મળતું. સાથે જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડી રહ્યા છે.

આ પણ વાંચો….

Facebookએ લીધો મોટો નિર્ણયઃ જો ગ્રુપ એડમિન આપતિજનક પોસ્ટને મંજૂરી આપે છે તો તે ગ્રુપ ઉપર બ્રેક લગાવવામાં આવશે, સાથે મેમ્બર્સ વિરુદ્ધ કાર્યવાહી થશે..!