shamlaji

શામળાજી મંદિર(shamlaji temple) દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણયઃ ટૂંકા વસ્ત્રો પહેરનારને મંદિરમાં નહિ મળે પ્રવેશ- આ નિયમ સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ

shamlaji temple

શામળાજી, 19 માર્ચઃ તાજેતરમાં જ ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શામળાજી મંદિર (shamlaji temple) માં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા મુસાફરોને મંદિરમાં પ્રવેશ નહિ મળે. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે સ્ત્રી અને પુરુષો બંનેને લાગુ પડશે. આ માટે મંદિરના બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે.

ADVT Dental Titanium

શામળાજી મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર સૂચના લખાઈ છે કે, દર્શને આવતા ભાઈઓ તથા બહેનોનો વિનંતી કે, ટૂંકા વસ્ત્રો તથા બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવુ નહિ. તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. જોકે, સાથે જ ટ્રસ્ટે કહ્યું કે, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

ગુજરાતમાં આશિંક લોકડાઉન(lockdown): શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડ્યું- જાણો મહાનગરોમાં કેસો મુજબ શું શું બંધ રહેશે?