Facebook news service edited

Facebookએ લીધો મોટો નિર્ણયઃ જો ગ્રુપ એડમિન આપતિજનક પોસ્ટને મંજૂરી આપે છે તો તે ગ્રુપ ઉપર બ્રેક લગાવવામાં આવશે, સાથે મેમ્બર્સ વિરુદ્ધ કાર્યવાહી થશે..!

Facebook

નવી દિલ્હી, 19 માર્ચઃ સોશયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે(Facebook) એક નવો નિર્ણય લીધો છે. ફેસબુકે આ નિર્ણય ગ્રુપમાં મેસેજ, ફોટો અને વીડિયો મોકલનારા લોકો માટે મહત્વનો છે. જો કે ફેસબુકે ગ્રુપ્સ પર હાનિકારક કન્ટેંટ મોકલનારા માટે નવા નિયમો બનાવ્યાં છે. ફેસબુક હવે આ ગ્રુપ બંધ કરી દેશે. જો ગ્રુપ પ્લેટફોર્મ સાથે જોડાયેલા નિર્ધારિત નિયમોને તોડશે. કંપની ગ્રુપના તે મેમ્બર્સ સામે પર કાર્યવાહી કરશે જે વારંવાર કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યાં છે.

ફેસબુકે એક બ્લોગ પ્સોટમાં તે પણ કહ્યું છે કે, લોકો માટે સંભવિત હાનિકારક ગ્રુપ્સનું સજેશન દેવાનું બંધ કરી દેશે. કંપનીએ તે પણ કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા ગ્રુપ્સ અને ગ્રુપના મેમ્બર્સને ફેસબુક પર લિમિટેડ ચીજો માટે એક્સેસ દેવામાં આવશે. ફેસબુકે આગળ જણાવ્યું હતું કે, અમારી પાસે એક મોટી જવાબદારી થઈ જાય છે જ્યારે અમે લોકોને કન્ટેન્ટ રિકમેંડેડ કરીએ છીએ.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે એક સિમિત સમય માટે કોઈ પણ ગ્રુપમાં વાયોલેસન કન્ટેન્ટ પોસ્ટ કરનારા લોકોની પોસ્ટિંગ ઉપર બ્રેક લગાવી છે. તેની ટાઈમ લિમિટ 7થી 30 દિવસની વચ્ચે હોઈ શકે છે. તેની સાથે જ એવા યુઝર ગ્રુપમાં નવા મેમ્બર્સને જોડવા અને ફેસબુક ઉપર નવા ગ્રુપ બનાવવામાં સક્ષમ નહીં રહે.

કોઈ ગ્રુપમાં એવા ઘણા સદસ્યો છે જે વારંવાર ખોટી પોસ્ટ કરી રહ્યાં છે તો ફેસબુક તમામ પોસ્ટ માટે ટેમ્પરરી રીતે મોડરેટર્સ અને એડમિન પાસે એપ્રુવલ લેશે. આવા ગ્રુપ્સનું કન્ટેન્ટ જ્યા સુધી વ્યુઅર્સને નહીં દેખાડવામાં આવે જ્યાં સુધી તેની એપ્રુવલ નહીં મળે. જો ગ્રુપ એડમિન આપતિજનક પોસ્ટને મંજૂરી આપે છે તો તે ગ્રુપ ઉપર બ્રેક લગાવી દેવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

સરકારે રદ્દ કર્યા 3 કરોડ રેશન કાર્ડ..! સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો મુદ્દો- વાંચો વિગત કેન્સલ થયેલા કાર્ડમાં તમારુ રેશન કાર્ડ(Ration card) તો નથી ને…