Manish doshi

સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થાય તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી(Manish doshi)એ સરકારે પાસે માંગ્યા જવાબ

• ૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર
• તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા
• શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ?: Manish doshi

અમદાવાદ, 26 જૂનઃ Manish doshi: રાજ્ય સરકારે તાલુકા – જીલ્લા પંચાયતોમાં વર્ગ – ૩ના કર્મચારીઓની ભરતી માટે જીલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા રાજ્ય સરકારે હસ્તક કરતા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે ત્યારે ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ જેટલા અરજીકર્તાઓને વયમર્યાદા અને પરીક્ષા ફી ના બાબતે અન્યાય ન થાય અને સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થાય તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી(Manish doshi)એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા પર ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી. વર્ષ ૨૦૧૮ માં તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ જેટલા ફોર્મ ભરાયા હતા તલાટી – કલાર્કની ભરતી માટે ગુજરાતના યુવાનો પાસે થી ૨૦ કરોડ રૂપિયાથી વધુની પરીક્ષા ફી વસુલાઈ. તલાટી – કલાર્કની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં લઇ જવાને બદલે રાજ્ય સરકારે જીલ્લા કક્ષાએ ભરતી પ્રક્રિયા રદ કરીને વિધાનસભામાં કાયદાની જોગવાઈ કરીને ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારે હસ્તક મેળવી લીધી છે સરકારે આ તમામ ફોર્મ રદ્દ કરી દીધા છે.

આ પણ વાંચોઃ Ayodhya vikas yojana: અયોધ્યા એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પર્યટન હબ અને એક સ્થાયી સ્માર્ટ સિટીના રુપમાં વિકસિત થશેઃ પીએમ મોદી

ગુજરાતમાં ૧૭,૨૬૫ ગ્રામપંચાયતમાં ૭૧૩૩ તલાટીની જગ્યાઓ સામે માત્ર ૩૫૦૦ જેટલા જ તલાટી હાલમાં કામગીરી કરી રહ્યા છે. એટલે કે ૫ ગામ વચ્ચે ૧ તલાટીની કામગીરી શું આ રીતે ગતિશીલ બનશે ગુજરાત ? શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? ‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે ૧૫ વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો/અધ્યાપકોની ૧૦ વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ?

Manish doshi

ભાજપ સરકાર દ્વારા ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી(Manish doshi)એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં વિવિધ સરકારી ભરતી જેવી કે વિદ્યા સહાયકો માટે ટેટ ૧, ટેટ ૨, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. તલાટી ભરતી માટે ૧૫ – ૧૫ લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. મલ્ટીપરપઝ હેલ્થવર્કર અને નર્સિંગ સહીત મેડિકલ – પેરામેડીકલની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે કોરોના મહામારીમાં લાખો નાગરીકો હેરાન પરેશાન થઇ ગયા. ગ્રામસેવકની ભરતીની જાહેરાતને ચાર વર્ષ થયા છતાં હજુ સુધી ભરતીના ઠેકાણા નથી. ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ જેટલા યુવાનો – યુવતીઓને શિક્ષક તરીકે ભરતી પ્રક્રિયા હાથ ન ધરીને અન્યાય થઈ રહ્યો છે જેની ગંભીર અસર ગુજરાતના શિક્ષણ પર પડી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરુ કરાયુ, તો આ વિસ્તારમાં વેક્સિનેશન (vaccination) વિશે જાગૃતિ ન હોવાથી કામગીરી નબળી

ગુજરાતમાં ૩૪ થી વધુ વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે વિલંબ થઇ રહ્યો છે. ચાર – ચાર વર્ષ સુધી જાહેરાત પછી પરીક્ષાઓ યોજાતી નથી. પરીક્ષા યોજાય તો પરિણામ જાહેર થતા નથી, પરિણામ જાહેર થાય તો અનેક ગેરરીતિઓ સામે આવે છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી – સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ નામે ગુજરાતના ૯.૫ લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બધ કરે.

આ પણ વાંચોઃ Religious conversion case: એટીએસએ કર્યો મોટો ખુલાસોઃ આ વિસ્તારની યુવતીઓનું બ્રેઈન વોશ કરવું સરળ, 33 છોકરીઓ બની શિકાર