વધતા કોરોના કેસને લઇને સરકારે આરોગ્ય કર્મચારી(medical staff leaves)ઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 03 એપ્રિલઃ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના કાળમાં સાચા અર્થમાં ભગવાન બનીને સામે આવ્યા છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેરને પગલે હવે આરોગ્ય કર્મચારીઓની રજાઓ પણ રદ્દ(medical staff leaves) કરી દેવામાં આવી છે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણની કામગીરી વચ્ચે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ આરોગ્ય કર્મમચારીઓની તમામ રજાઓ (medical staff leaves)રદ કરી દીધી છે. આ સાથે જ કોરોના વેક્સિનેશન ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. તમામ જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓની રજા(medical staff leaves)ઓ સમગ્ર એપ્રિલ માસમાં રદ થઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે.

ઉલ્લેખનીય છે કે, આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
આ પણ વાંચો…
