BJP Logo

More than 200 workers leaders and sarpanch join BJP: 200થી વધુ કાર્યકર્તાઓ, નેતાઓ અને 15 ગામોના સરપંચો ભાજપમાં જોડાયા- વાંચો વિગત

More than 200 workers leaders and sarpanch join BJP: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન સંજયસિંહ ગોહિલ તેઓના સમર્થકો સાથે કિરીટસિંહ રાણાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.

ભાવનગર, 05 ઓગષ્ટઃ More than 200 workers leaders and sarpanch join BJP: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે જિલ્લાના તમામ આગેવાનો જિલ્લાના પ્રભારીમંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતા અને મંત્રી આર.સી. મકવાણા, પ્રદેશ ઉપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, અને આત્મારામ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે દરમ્યાન ભાજપમાં જોડાવાની અનેક અટકળો વચ્ચે કોંગ્રેસના ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ તેઓના 200 થી વધુ સમર્થકો, વિવિધ ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો અને 15 થી વધુ ગામના સરપંચો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ Indias first gold in para powerlifting: પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવીને સુધીરે સર્જ્યો ઈતિહાસ-આ સાથે ભારતે 6 ગોલ્ડ જીત્યા

કોંગ્રેસથી નારાજ રહેતા ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલનું નામ ઘણા સમયથી ચર્ચામાં હતું, જે દરમ્યાન તેઓએ બે દિવસ પૂર્વે જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામુ આપી દીધું હતું. ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા એ સંજયસિંહ ગોહિલ સહિતના તમામ આગેવાનો અને કાર્યકરોનો કેસરિયો ખેસ પહેરાવી ભાજપ પ્રવેશ કરાવ્યો હતો. 

ઘોઘા તાલુકાના કોંગ્રેસના પીઢ નેતા ગણાતા સંજયસિંહ ગોહિલ ભાજપમાં ભળી જતાં મંત્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ, આત્મારામ પરમાર સહિત ના આગેવાનોએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મીડિયા દ્વારા કોંગ્રેસ મુક્ત ભારત ની વાત અને કોંગ્રેસીઓ નો જ ભાજપ પ્રવેશ અંગે પ્રશ્ન પૂછતા તેઓએ જણાવ્યું કે. કોંગ્રેસ ને પ્રજાએ મુક્ત કર્યા છે. અમે તો વિચારધારા ને લઈને ચાલી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ Announcement of Har ghar Tiranga by Amul: હવે અમૂલ દૂધ દ્વારા હર ઘર તિરંગા જશે, અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટરે કરી મહત્વપૂર્ણ જાહેરાત

Gujarati banner 01